નમસ્કાર 🙏
***…તાજેતરમાં જ મળેલા સમાચાર પ્રમાણે પી.જી.આઈ. , ચંદીગઢને કોરોના વેક્સીનની સેફ્ટી ટ્રાયલમાં સફળતા મળી છે , જેમાં પી.જી.આઈ.નાં ડાયરેક્ટર પ્રો. જગતરામ કહે છે કે ૩ દિવસ સુધી ૦.૩ એમ. એલ. દવાનાં ૪ જેટલાં પેશન્ટ્સને એમ. ડબલ્યુ. વેક્સીનનાં ઈંજેક્શન્સ આપવામાં આવ્યા ;
જેનાં સારા પરિણામો સામે આવ્યા છે !
…આઈ. સી. એમ. આર. કહે છે કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટ સફળ રહે છે કે કેમ એ સવાલ છે !
….ઈવરમેક્ટિન અસફળ રહી છે !
….રેમડિસવિરનાં પ્રયોગ પણ સફળ નથી રહ્યા તેવાં રીપોર્ટ્સ છે !
….કોઈ કહે છે કે ચાઈનાનાં વુહાનનાં સીફુડ માર્કેટમાંથી આવ્યો છે !
…ક્યાંક એવું સંભળાય છે કે , ચામાચિડિયામાંથી આવ્યો છે !
… તો વળી ક્યાંક કહેવાય છે કે વુહાનની વાયરોલોજીની લેબમાં એચ.આઈ. વી.ની રસીનાં સંશોધન દરમિયાન થયેલી કોઈ ભૂલથી આ વાયરસ પેદા થયો છે !
… એવું પણ જાણવા મળી રહ્યું છે કે ,સાજા થયેલાં દર્દીઓમાંથી લીધેલા પ્લાઝ્મા ટ્રાન્ફ્યુઝનની ટ્રીટમેન્ટ આમાં અક્સીર સાબિત થઈ રહી છે !
….કોનવેલ્સન્ટ પ્લાઝ્મા થેરપી વિષે પણ કંઈ વાતો વહેતી થઈ છે !
….ઓક્સફર્ડ યુનિવર્સિટિનાં વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલી ChOdAx1nCoV-19 નામક વેક્સિનનાં હ્યુમન ટ્રાયલની શરુઆત ગઈકાલથી ગ્રેટબ્રિટનમાં થઈ એવાં સમાચાર પણ વહેતા થયા છે !
….સી.એસ. આઈ. આર. કહે છે કે દિલ્હીમાં એક મલ્ટિપર્પઝ વેક્સિનનાં હ્યુમન ટ્રાયલ્સ શરુ થઈ ગયા છે !
….તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરીંગ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટિ બોસ્ટન મેડિકલ સેન્ટર પ્રમાણે વિટામિન ડી૩ કોવિડ-19નાં સાઈટોકાઈન સ્ટોર્મને સપ્રેસ કરવામાં મોટો ભાગ ભજવે છે , જે મોર્ટાલિટિ રેટને નીચો લાવી શકે છે !
….ગુજરાત બાયો રીસર્ચ સેન્ટરે
કોરોના વાયરસનાં જીનોમ સિક્વન્સની માહિતી મેળવવામાં સફળતા મેળવી એ સમાચાર પણ મળ્યા છે !
….બીજા કોન્વોલેશન સિરમ – ઈમ્યુનોગ્લોબ્યુલિન પર પણ રીસર્ચ ચાલુ છે કે જેમાં કેમિકલ મોનોક્લોર એન્ટીબોડી આ વાયરસને ન્યુટ્રલ કરી નાંખે છે !
… આપણાં દેશની જાણીતી ફાર્મા કંપનીઓ કેડિલા , ઝાયડસ કેડિલા , સિરમ ઈન્સ્ટિટ્યુટ ,ભારત બાયોટેક , ઈનોવા વગેરે પણ ઊંડા સંશોધન કરી રહી છે !
… આજે જ છાપામાં નિકોટિનનાં અ-ખતરા વિષે વાંચ્યું !
…. આયુર્વેદ અને હોમિયોપેથી વિષે પણ રસપ્રદ વાતો સાંભળી !
… Herd Immunityની વાતો પણ જાણવા મળી !
…. ટ્રમ્પનાં ડિસઈન્ફેક્ટન્ટનાં ઈંજેક્શનનાી અવિચારી મશ્કરી પણ સાંભળી !
…. મોદીજીનાં ધ્વનિ આવર્તન અને દીપ પ્રાગ્ટ્યનાં મનોબળ વધારનાર હકારાત્મક પાસાઓ પણ
અનુ-ભવ્યા !
ટૂંકમાં , સમગ્ર વિશ્વ આ મગતરાની પાછળ લાગ્યું છે ..
મિત્રો…કંઈક તો સરસ થશે ! કર્ફ્યુ ખૂલે કે લોકડાઉન ખૂલે … આપણે માટે તો
મોં બંધ … ઘરબંઘ અને કામ વિના ફરવાનું બંધ .. હમણાં તો એ જ ઉપાય છે !
ઘરમાં રહીને પૌષ્ટિક ખોરાક , યોગ , ધ્યાન , દેશી ઉકાળો , કસરત દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવી …કામકાજ કરવું , ડિજિટલ દુનિયા માણવી અને સામાજિક સેવા માટે યથાયોગ્ય સેવાઓનું અનુદાન ..
– પાર્થિવી અધ્યારુ શાહ