તા. પાંચમી જૂન,,,વિશ્વ પર્યાવરણ દિન.વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા.

☘🌿☘🌿☘🌿☘🌿☘🌿
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા યોજાય. અનેક શ્રેષ્ઠ ચિત્રકારોએ તેમાં પોતાની કૃતિઓ પેશ કરી. આ સ્પર્ધામાં જે ચિત્રને ઉત્તમ સર્જનનો એવોર્ડ મળ્યો તે ચિત્ર સર્વ શ્રેષ્ઠ ઘોષિત થયું હતું કારણ કે…
એ ચિત્ર એક ભયંકર વાવાઝોડાંનું હતું. જબરા ચક્રવાતની વચ્ચે દૂર દૂર એક વૃક્ષ દેખાતું હતું અને એ વૃક્ષ પર એક નાનો માળો હતો અને એ માળામાં પક્ષીનું એક બચ્ચું ચાંચ ખોલી ચોતરફ ઉડવાની શક્યતાઓ ખોજતું હતું.!!

આજે પાંચ, જૂન, ૨૦૨૦ *વિશ્વ પર્યાવરણ દિને* આપણાં સૌની હાલત એ પક્ષીના બચ્ચાં જેવી છે.

ચોતરફ મહામારી દ્વારા થયેલ ઝંઝાવાતી ખાનાખરાબી વચ્ચે આપણે વાવેલું તે એકાદું વૃક્ષ બચી જશે તો તેના પર આપણું છોટુ ઝૂંપડું ને ઝૂંપડામાં આપણો નાનો જીવ વાયરસ મુક્ત હવાની શકયતા માટે આશાભરી મીટ માંડી શકશે.

પણ એ ધન્ય પળ માટે આજે એક વૃક્ષ વાવવું તો પડશે ને ???
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
“પોસ્ટ કોરોના યુગ” નું સૂત્ર હશે :
*|| વૃક્ષમ શરણમ ગચ્છામિ ||*
*|| સૂર્યમ શરણમ ગચ્છામિ ||*
*|| સત્યમ શરણમ ગચ્છામિ ||*
(પંચશીલ પદયાત્રા સમયે શ્રી ગુણવંત શાહ દ્વારા અપાયેલ 👆ત્રિપદી..)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
☘☘ *પ્રેમમંદિરે* થી ઈલા-ભદ્રાયુ ☘☘