સર્વે કલાકાર મિત્રો ને નમસ્કારમ્, હું ભરત ભટ્ટ, સંજોગોવસાત મુંબઈ થી અમદાવાદ શીફ્ટ થયો છું, 1962માં 11 મુ ધોરણ SSC પાસ થયો છું, મુંબઈ માં કમર્શિયલ આર્ટ અને Sir J.J.School of Arts માં ફાઇન આર્ટ્સ માં એડમીશન લીધા પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માં એમ્બ્રોઇડરી ની Swiss મશીનો માટે ટ્રેશીન્ગ પેપર પર ડિઝાઇન બનાવવા નું જોબ હતું, 1964 થી 1979 સુધી એ કર્યું, દરમ્યાન નાઇજીરીયા થી એવા જોબ ની ઓફર મળી તો 1980 – 1982 ત્રણ વરસ તે કર્યું, કાર મલે તો અઠવાડિક રજા માં લોન્ગ ડ્રાઇવ પર જઇ લેન્ડસ્કેપ ડ્રો કરવા ની મજા આવી, દેશ માં પાછા ફર્યા બાદ જોબલેસ હતો, ત્યારે ફ્લેક્સો પ્રિન્ટિંગ નવું નવું શરૂ થયેલ ત્યાં થી પ્લાસ્ટિક ની થેલી ની ડિઝાઇન તથા પુસ્તક પ્રકાશન સંસ્થાઓ નું કામ મળ્યુ, 1994 માં મુંબઈ ની કંપની ને મારા know how ની જરૂર પડી તો ફરી ત્યાં જોડાયો, 2001 મા રીટાયર થયો, પછીથી ઓળખાણ માથી શુભ પ્રસંગો એ ફેસ પ્રોફાઈલ સ્કેચ નું કામ મલવા લાગ્યું, માર કાકા સુગમ સંગીત ના રેડિયો કલાકાર હતા તેઓ સાયગલ સાહેબ ના ગીતો ના પ્રોગ્રામ કરતા તેમની સાથે હારમોનિયમ વગાડીને ગીતો ગાઇ ને સાથ આપ્યો, કલા ગુરુ રવિશંકર રાવળ ના આત્મકથાનક વાંચી ને હું ઇન્સ્પાયર થયો છું તો 1976 મા મુંબઈ થી પોરબંદર ને મારા ગામ સુધી ભાઈ ઓ સાથે સાયકલ પ્રવાસ કર્યો તે દરમ્યાન ર.મ.રા.ને મલી ને તેઓ ના આશીર્વાદ લીધા, નિસર્ગ માં ખુલ્લી મુસાફરી ને ચિત્રો દોરવા નો આનંદ માણ્યો, હાલ અહીં ઓક્ટોબર 2019 મા તમારા બધા સાથે ઓળખાણ થ ઇ ને સદ્ ભાવી મિત્રો મલ્યા, આનંદ, હાલ પરિસ્થિતિ અનુસાર ઈન ડોર ચિત્રો બનાવવા નો લાભ લઈ રહ્યો છું 🙏🌸 નામવંત બન્યા પહેલાં ના ચિત્રકાર મકબુલ ફિદા હુસેન સાથે ચાર પાંચ કલાક માટે કામ કર્યું છે, 😊 25 – 5 – 2020, સોમવાર 💕
Related Posts
ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની જાહેરાત
કોરોના સામે સાવચેતી. ચા અને પાનની દુકાને ગ્રાહકોના ટોળા ભેગા થતા જોવા મળશે તો દુકાન બંધ કરાવાશે : મ્યુનિ. કમિશનરની…
અમદાવાદ.PCB એ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો.
અમદાવાદ.PCB એ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો જુદી જુદી બ્રાન્ડ ની 72 બોટલો સાથે આરોપીની કરી ધરપકડ કુલ…
અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત.
હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી આઘાતમાં સરી પડેલા તેમના પરિવારમાં ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યાં…