અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબ જ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી.

હમણાં વિતેલ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને શ્રી અરવિંદભાઈ પરમાણંદદાસ રાજપુરા એ વેસ્ટ માંથી બેસ્ટ ના કોનસેપ્ટને સાર્થક કરતા ખુબજ સારી અલગ-અલગ વસ્તુઓ બનાવી…
અરવિંદભાઈ લગભગ 3 મહિના પહેલા તેમના પત્ની ગીતાબેન સાથે ભાવનગરથી અમદાવાદ તેમના મોટા દીકરાને ત્યાં ગયા હતા, જ્યાં પહોંચ્યા પછી કોરોના ના કારણે લોકડાઉન શરૂ થઈ જતા ત્યાં જ રોકવું પડ્યું…
પરંતુ તેમના 10 વર્ષના પૌત્ર હર્ષિલ ની સાથે મળીને સરસ અને ઇનોવેટિવ રમવાની વસ્તુઓ બનાવી, અને સમય નો સદુપયોગ કેવી રીતે કરવો તેનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું…
અરવિંદભાઈ અત્યારે ભાવનગર માં રહે છે, અને તેમના નાના દીકરાનો પરિવાર એમની સાથે રહે છે, જેઓ ભાવનગરમાં શરણમ્ જેવેલર્સ નામનો શોરૂમ ધરાવે છે…