*વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માટે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો નવતર પ્રયોગ*

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવા માટે એક નવતર પ્રયોગ લાવ્યું છે. ગત રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા ” મન કી બાત ” કાર્યક્રમ માં વૃક્ષો નું રોપણ અને જતન કરવાનું આહવાન કરવામાં આવ્યું અને એ વાત થી પ્રેરિત થઈ ને યુનિવર્સિટી ના પ્રમુખ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતજી ના માર્ગદર્શન થી “સેલ્ફીવિથછોડ” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. જે કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ ઘરે રહી ને જ છોડ નું રોપણ કરશે અને તે છોડ સાથે સેલ્ફી લઈ ને 5 જૂન વિશ્વ પર્યાવરણ ના દિવસે સોશિયલ મીડિયા માં પોસ્ટ કરશે.

યુનિવર્સિટી ના સોશિયલ મીડિયા મેનેજર અંકિત ગાંધી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ” છેલ્લા ઘણા વર્ષો થી યુનિવર્સીટી માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે, પરંતુ આ સમયે કોરોના મહામારી સામે દેશ ઝઝુમી રહ્યો છે ત્યારે રોગનું સંક્રમણ ફેલાય નહીં તે હેતુ થી વિધાર્થીઓ ને એકત્રીત કરી શકાય એમ નથી તેવા સમયે આપણે વૃક્ષો પ્રત્યે નો પ્રેમ ભૂલવો ન જોઈએ , જે હેતુ થી જ આ કેમ્પએઇન લોન્ચ કરવામાં આવ્યું છે. જેને લઈ ને વિધાર્થીઓ માં ખૂબ જ ઉત્સાહ છે.અને ઘણી બધી પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ એ પણ આ કામગીરી ને બિરદાવી છે આગામી સમય માં ગુજરાતી કલાકારો ને પણ આ મુહિમ માં જોડવાનો પ્રયત્ન કરીશું.5 જૂનના દિવસે આશરે 1000 વિધાર્થીઓ આ મુહિમ માં પોતાના ઘરે રહી ને ભાગ લેશે તેવી આશા છે.