મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો

નર્મદા ડેમમા નવા નીર આવ્યા
નર્મદા ડેમમાં 22772 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે

નર્મદા ડેમની સપાટી 115.27મીટર

રાજપીપલા, તા.25

મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારોથઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના ઉપરવાસમાંથીસારો વરસાદ થતાં નર્મદા મા નવા નિર આવ્યા છે.નર્મદામા પણ સારો વરસાદ થતાં નર્મદા ડેમમાંસતત આવક વધી રહી છે. હાલ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. નર્મદા ડેમમાં 22772 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 1587 ક્યુસેક પાણીની જાવક જોવા મળે છે. નર્મદા ડેમમાં 4256.68 મિલિયન ઘનમીટરપાણીનો જથ્થો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજની તારીખે નર્મદા ડેમની સપાટી ગત વર્ષની સરખામણીએ 5મીટરઓછી છે.આ વર્ષે આજની તારીખે નર્મદા ડેમની સપાટી 115.27મીટર નોંધાઈ છે.

જયારે ગત વર્ષે આજની તારીખે નર્મદા ડેમની સપાટી 120.21 મીટર હતી.જે ગત વર્ષ કરતા નર્મદા ડેમની સપાટી આજની તારીખે પાંચ મીટર ઓછી છે. જોકે છેલ્લા બે દિવસથી મધ્ય પ્રદેશ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથીડેમમાં પાણી ના નવા નીર આવ્યા છે.હજુ વરસાદ પડી રહ્યો છે. ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના છે. નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે. જે પીવાના પાણી માટેઅને સિંચાઈ માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહ્યો છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા