સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગયો છે.

6 ગામ સહિત 10 ગામના ગ્રામજનો ની પડખે ઊભા રહીને તેમની સાથે લડત માં ઉતર્યા છે.

કેવડિયા ખાતે ફેન્સીંગ વાળ કરવાની કામગીરી સામે આદિવાસીઓ નો વિરોધ અને વિવિધ સંગઠનો દ્વારા શરુ થયેલું આંદોલન ને જોર પકડતું જાય છે સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે ગટરમાં ઉતરી રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડી લીધો છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગજવ્યો છે.
લોકડાઉન વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં છ ગામનાં આદિવાસીઓની મુશ્કેલી વધી સર્વે અને ફેન્સિંગ કરવાથી છેલ્લાં 20 દિવસથી પોતાની જમીનો બચાવવા ઝઝૂમી રહેલા સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે અને આ 6 ગામ સહિત 19 ગામનાં ગ્રામજનોની પડખે ઉભા રહીને તેમની સાથે લડતમાં ઉતર્યા છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગજવ્યો છે. અને સોશિયલ મીડિયામાં ભાજપ સરકાર વિરુદ્ધ વોર શરૂ થઈ છે.
રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં જાહેરમાં લખ્યું છે કે, ‘એક તરફ કોરોના વાઈરસથી સમગ્ર દેશ પરેશાન છે અને લોકડાઉન અમલમાં છે તેવા સમયે કેવડીયા કોલોનીમાં પોલીસની બળજબરીથી આદિવાસી ભાઈઓ-બહેનો ઉપર અત્યાચાર કરીને તેમને તેઓનાં રહેઠાણથી ભગાડવાની અને જમીન ખાલી કરવાની વિડીયો જોઈને અત્યંત વ્યથિત છું. આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને લોકડાઉનનાં સમયે જમીનો ખાલી કરવાનો નિર્ણય કેમ થઈ શકે ? આ નિર્ણય કરનાર સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા