મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત નીવડશે.
કોરોના મહામારીમાં અગાવ 3 લોકડાઉન આપવામાં આવ્યાં હતાં.જે લોકો પાસે પૈસાની બચત સાથે અનાજ પણ હતું.પરંતુ,ગરીબ મજૂરો,લારી,ગલ્લા અને રોજરોજ કમાતા લોકોમાં તણાવ સાથે રોષ બહાર આવ્યો હતો.
હવે લોકડાઉન 4માં લોકો પાસે હતું જે હવે નહિવત કે જીવન જીવવા પૈસા અને અનાજ પણ ખૂટયા છે.જેનાં ખરાબ પરિણામો હવે ઉગ્રરૂપે રસ્તા પર દેખાય આવશે. જેનું કારણ સરકાર દ્વારા જે નૈતિક ફરજ જેવી કે, લોકો સુધી અનાજ પહોંચાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.જેના ઉદાહરણ રૂપ પરપ્રાંતીય મજૂરો,કામદારો સ્થળાંતર કરી ગયાં છે.હવે જો આ વધારાનાં લોકડાઉનમાં અનાજની તાતી જરૂરિયાત સાથે માથાદીઠ રોકડ પણ મૂકવી ફરજિયાત થઈ જવા પામી છે.
આ હાથમાં રોકડ જરૂરીનું કારણ બતાવયે તો આજે બજારમાં માનવીને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ દૂધ,અનાજ,કરિયાણુ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય દરેક લોકોના પરિવાર સુધી પહોંચાડવા નિષ્ફળ રહેતાં સ્થાનિક દુકાનોવાળા પણ ઉધાર,બાકીમાં આપતાં ન હોવાથી પેટ ભરવા મુશ્કેલીઓ સર્જાતી રહેશે.
“કામધંધા,રોજગાર બંધ છે.ક્યાંથી લાવી,કેવી રીતે પેટ ભરશે જનતા?”
પ્રશાંત ભટ્ટ.
કચ્છ.