અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલનું કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે ફરજ બજાવવા દરમિયાન કોરોના વાયરસ થી સંક્રમિત થવાને કારણે આકસ્મિક અવસાન થયેલ છે ,જે બદલ ખૂબ દુઃખ વ્યક્ત કરું છું તેમજ તેમના પરિવારજનો પર આવી પડેલ આ આકસ્મિક આફતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું
આ બાબતે મહામંડળ દ્વારા અલા તુ sandesh ઠરાવ પસાર કરવામાં આવેલ છે જે મુજબ આવતીકાલે તારીખ ના રોજ દરેક જિલ્લા ના વડા મથકે 11:00 કલાકે બે મિનિટ માટે મૌન પાળવા બાબતે દરેક જિલ્લા પ્રમુખશ્રીઓએ આયોજન કરવાનું રહેશે
વધુમાં અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી જયદીપ પટેલને પણ કોરોના પોઝિટિવ આવેલ છે તેમને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા જ્યાં તેમનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ હતા આ બાબતે જિલ્લા પ્રમુખ શ્રી સાથે થયેલી વાતચીત મુજબ તેમણે જિલ્લા કલેકટર શ્રી નું ધ્યાન દોરી શ્રી જયદીપ પટેલ ની સારવાર પ્રાઇવેટ માં જ ચાલુ રાખવા માટે રજૂઆત કરેલ હતી પરંતુ તે બાબતે હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયેલ નથી જે બાબતે અમે પણ મહામંડળ હતી માનનીય Acs સાહેબને (મહેસુલ) ને મળી યોગ્ય રજૂઆત કરીશું
પરંતુ
આ તમામ જિલ્લાના કર્મચારીઓ તેમજ જિલ્લા પ્રમુખ શ્રીઓએ પોતાના જિલ્લાના કોઇપણ કર્મચારી ને કોરોના સંક્રમિત થાય તો તે સંજોગોમાં ખર્ચ અંગેની જરાય પણ ચિંતા કર્યાં વગર કર્મચારીના જીવન ને જ પ્રાથમિકતા આપી કોરોના મહામારી ની સારવાર બાબતે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ દાખલ કરવા તથા તમામ જિલ્લા પ્રમુખશ્રી ઓએ પોતાના જિલ્લાના કર્મચારીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળી રહે તે હેતુસર સારી પ્રાઇવેટ હોસ્પિટલનો અગાઉથી સંપર્ક કરી યોગ્ય અને આગોતરું આયોજન કરી પોતાના કર્મચારીઓને સારી સારવાર મળી રહે તે બાબતે તકેદારી રાખવી
*ખાસ નોંધ* લેવી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કર્મચારી ભાઈ કે બહેન ની આ કોરોના ની **સારવાર બાબતે થયેલ ખર્ચ રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓ ના સહયોગથી રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ ઉઠાવશે**પરંતુ તેનો બોજ વ્યક્તિગત રીતે કોઇપણ કર્મચારી પર આવવા દેશે નહીં જે જાણવા વિનતી
વિરમ દેસાઈ
પ્રમુખ
રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ ( વર્ગ -૩)