કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 અનાજ ની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય : જતીન સોલંકી

કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી બની છે . તેવા કપરા સમયે વિવેકાનંદનગર પોલીસ પો.સ.ઇ. આર.બી. રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ પુરી પાડવામાં આવી રહી છે.

સામાન્ય સંજોગોમાં કોઇ પણ સમયે કોઇ મોટી આપત્તિ આવી જાય ત્યારે કેટલાક લોકો સહાયનો દુરુપયોગ કરતા હોવાના કિસ્સા જાહેર થયા જ કરે છે . તેવા સંજોગોમાં કોઈ ખોટી વ્યક્તિ લાભ ન લઈ જાય તે વાતને ધ્યાને લઈ વિવેકાનંદનગર પોલીસની ટીમે પહેલા તેમના વિસ્તાર માં આવતા તમામ ગામ માં સરપંચ તેમજ ટાઉન વિસ્તારમાં આગેવાનોને સાથે રાખી ખરેખર જરૂર હોય એવા વ્યક્તિનું લિસ્ટ બનાવી એક દિવસ આખા વિસ્તારનો સર્વે કર્યો જેથી કોઈ બાકી ના રહી જાય અને ખરેખર જેને જરૂરિયાત છે, તેવા પરપ્રાંતિય, વિધવા, સિનિયર સિટઝન તેમજ ઘરમાં કોઈ કમાનારું ન હોય તેવા લોકોને 4 વ્યક્તિનું કુટુંબ 7 દિવસ ખાઈ શકે તેટલા અનાજની કીટ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.