ઉત્તમ બ્રીધિંગ માટે ઉત્તમ સલાહઃ વર્તમાન સમયમાં અસ્થમાના દરદીઓ માટે મહત્ત્વપૂર્ણ ટિપ્સ!

હઠીલી શ્વાસોશ્વાસની સ્થિતિઓ ભારતમાં મોટો આરોગ્યનો બોજ છે. ભારતમાં આશરે 93 મિલિયન લોકો હઠીલી શ્વાસોશ્વાસની બીમારીથી પીડાય છે, જેમાંથી આશરે 37 મિલિયન લોકોને અસ્થમા હોય છે. વૈશ્વિક અસ્થમાના બોજમાં ભારતનું યોગદાન ફક્ત 11.1 ટકા છે ત્યારે આખા વિશ્વમાં અસ્થમાનાં મૃત્યુમાં તેનું યોગદાન 42 ટકા હોવાથી તે દુનિયાની અસ્થમાની રાજધાની છે.
શ્વાસોશ્વાસનું વાઈરલ સંક્રમણ અસ્થમા વધવાનું મુખ્ય કારણ છે. અસ્થમાનું જોખમ અથવા મોજૂદ અસ્થમા સાથેના દરદીઓ માટે વાઈરલ શ્વાસોશ્વાસના માર્ગનું સંક્રમણ રોજ વધવાની અથવા નિયંત્રણ ગુમાવવાની મજબૂત અસર ધરાવી શકે છે. આથી જ અસ્થમા સાથેના લોકોમાં વધતો સંક્રમણ દરના કોઈ પુરાવા હાલમાં નથી તે જાણવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે. જોકે એક અંદાજ એવો છે કે મધ્યમ- તીવ્ર અસ્થમાના દરદીઓને વધુ તીવ્ર રોગનું વધુ જોખમ હોઈ શકે છે, પરંતુ તેને આધાર આપતો કોઈ પ્રસિદ્ધ ડેટા નથી.
અસ્થમા પર શ્વાસોશ્વાસના વાઈરસની અસરને ધ્યાનમાં લેતાં અસ્થમાના દરદીઓ વર્તમાન સમયમાં વધુ ધ્યાન રાખે તે બહુ મહત્ત્વપૂર્ણ છે. વાઈરસ પ્રેરિત વૃદ્ધિ સંપૂર્ણ રોકવા અથવા નિવારવા માટે અસ્થમાની ઉત્તમ માવજતનો અમલ મહત્ત્વપૂર્ણ છે.
આવા સંજોગોમાં અમદાવાદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ એન્ડ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના એચઓ ડો. રાજીવ પાલીવાલે અમુક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓના ઉત્તરો આપ્યા છે, જે નીચે મુજબ છેઃ
અસ્થમાના દરદીઓએ કોર્ટિકોસ્ટેરોઈડ ઈન્હેલરનો ઉપયોગ ચાલુ રાખવાનું સલાહભર્યું છે?
અસ્થામાના દરદીઓએ તબીબ દ્વારા કહેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું કોર્ટિકોસ્ટેરોઈડ ઈન્હેલર ઉપયોગ કરવાનું ક્યારેય બંધ નહીં કરવું જોઈએ. સ્ટેરોઈડ ઈન્હેલર બંધ કરવાથી દરદીને સંક્રમણ સાથે ગૂંચનું ઉચ્ચ જોખમ છે, કારણ કે તેનાથી અસ્થમા અનિયંત્રિત બની શકે છે.
અસ્થમાના દરદીઓમાં અસ્થમાને નિયંત્રણ રાખવા માટે સ્ટેરોઈડ ઈન્હેલર પર તેમને મૂકવામાં આવે છે. વર્તમાન મહામારીના સંજોગોમાં અસ્થમાના દરદીઓએ (અસ્થમા સંબંધમાં) તેમની બીમારીને નિયંત્રણમાં રાખવાનું અત્યંત જરૂરી છે.
સ્ટેરોઈડ ઈન્હેલર બંધ કરવાથી દરદીને અસ્થમા વધવાનું જોખમ હોય છે.
વર્તમાન મહામારીમાં અસ્થમા વધે તો ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ અથવા તાકીદની સંભાળ જરૂરી પડી શકે છે, જેને કારણે આ દરદીઓ સંક્રમણ સાથેના કોઈક દરદીને સન્મુખ થવાનું વધુ ઉચ્ચ જોખમ છે. આથી અસ્થમાના નિયંત્રણમાં રાખીને દરદી વાસ્તવમાં વાઈરલ સંક્રમણને સન્મુખતાની શક્યતા ઓછી કરે છે.
• ઈન્હેલર સંક્રમિત નહીં થાય તે માટે શું ધ્યાન રાખવું જોઈએ?
ઈન્હેલર ક્યારેય અન્યોનું આપવું નહીં. ઈન્હેલેશન ઉપકરણો નિયમિત રીતે ધોઈને હાઈજીનિક અને સ્વચ્છ રાખવું જોઈએ.
• જો લક્ષણો કથળે તો અસ્થમાના દરદીએ શું કરવું જોઈએ?
અસ્થામાના દરદીઓએ ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ અસ્થમા એકશન પ્લાનનું પાલન કરવું જોઈએ. જો આવો કોઈ પ્લાન નહીં હોય તો ડોક્ટરને પૂછો.
તીવ્ર લક્ષણોથી રાહત મેળવવા માટે સ્પેસર સાથે એમડીઆઈનો ઉપયોગ સૂચવવામાં આવે છે. નેબ્યુલાઈઝર્સનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તેમાં વાઈરલ સંક્રમણ પરિવર્તિત થવાનું ઉચ્ચ જોખમ છે, કારણ કે તે એરોસોલ્સ પેદા કરે છે, જે સેંકડો મીટર સુધી સંક્રમણિત ટીપાં ફેલાવી શકે છે.
જોકે નેબ્યુલાઈઝરની સખત જરૂર હોવાની સ્થિતિ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઉત્તમ નેબ્યુલાઈઝેશન અને સંક્રમણ નિયંત્રણ વ્યવહારોનું પાલન કરવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. તમારા ડોક્ટર આ વ્યવહારોનું પાલન કરવાની તમને સલાહ આપી શકે છે.
• શું અસ્થમાના દરદીઓએ નિર્ધારિત એપોઈન્ટમેન્ટ્સમાં જવું જોઈએ કે પછી તબીબી કેન્દ્રો અથવા હોસ્પિટલોમાં જવાનું ટાળવું જોઈએ?
જો અસ્થમા નિયંત્રણમાં હોય તો દવાખાનું અથવા હોસ્પિટલમાં જવાનું ટાળવું જોઈએ. તમે ટેલિફોનથી ડોક્ટરનો સંપર્ક કરી શકો અને તમારી પ્રગતિ વિશે તેમને અવગત કરી શકો છો. જો ડોક્ટરને મળવાનું બહુ જરૂરી હોય તો અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈને જ મળવા જવું. અસ્થમાના દરદીઓએ દવાખાનામાં એપોઈન્ટમેન્ટ વિના જવાનું ટાળવું જોઈએ.
• અસ્થમાના દરદીઓને જો તાવ અને ખાંસી જેવાં લક્ષણો હોય તો શું કરવું જોઈએ?
અસ્થમા સાથે ખાંસી અને શ્વાસોશ્વાસ સંકળાયેલાં હોવા છતાં તાવ આવવો તે અસાધારણ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અને સર્વ સૂચનાઓનું પાલન કરો.
• વર્તમાન સ્થિતિમાં તીવ્ર અસ્થમા અને સીઓપીડી સહિત તીવ્ર શ્વાસોશ્વાસની સ્થિતિ ધરાવનારને અત્યંત ઉચ્ચ જોખમ હોય તેવા લોકો માટે માર્ગદર્શિકા.

મધ્યમથી તીવ્ર અસ્થમા હોય તેમને વાઈરલ સંક્રમણથી માંદગી આવવાનું ઉચ્ચ જોખમ હોઈ શકે છે. આ સંક્રમણ તમારા શ્વાસોશ્વાસના માર્ગને અસર કરી શકે છે (નાક, ગળું, ફેફસું), અસ્થમાનો હુમલો પેદા કરી શકે છે અને ન્યુમોનિયા તથા તીવ્ર શ્વાસોશ્વાસનો રોગ પેદા કરી શકે છે.
તમારા અસ્થમાના એકશન પ્લાનનું પાલન કરીને અસ્થમાને નિયંત્રણમાં રાખો.
સ્ટેરોઈડ્સ સાથેના કોઈ પણ ઈન્હેલર્સ સહિત વર્તમાન દવાઓ ચાલુ રાખો (સ્ટેરોઈડ્સ એ કોર્ટિકોસ્ટેરોઈડ્સ માટે અન્ય શબ્દ છે).
તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા જોડે વાત કર્યા વિના કોઈ દવાઓ બંધ નહીં કરો અથવા અસ્થમા ઉપચાર નિયોજન બદલો નહીં.
તમારા ઉપચાર વિશે કોઈ પણ ચિંતાઓ હોય તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા જોડે વાત કરો.
અસ્થમા ઈન્હેલર્સ જેવી મુકરર દવાઓનો કટોકટીનો પુરવઠો નિર્માણ કરવા વિશે તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા, વીમા કંપની અને ફાર્મસિસ્ટ જોડે વાત કરો. જો તમે લાંબો સમય ઘરમાં જ રહેવાની જરૂર હોય તો કમસેકમ 30 દિવસની વધારાની દવાઓ અને પુરવઠો રાખી મૂકો.
અસ્થમા વધે નહીં તેનું ધ્યાન રાખો.
વાઈરલ સંક્રમણના વધુ કેસ નિદાન થઈ રહ્યા છે અને આપણા સમુદાયો રોગનો ફેલાવો રોકવા માટે પગલાં લઈ રહ્યા છે ત્યારે અમુક લોકો ચિંતાગ્રસ્ત અને તાણમાં હોય તે સ્વાભાવિક છે. મજબૂત ભાવનાઓ અસ્થમાનો હુમલો વધારી શકે છે. તાણ અને બેચેનીને દૂર રાખવા માટે પોતાને મદદ કરવા પગલાં લો.
ઉપરાંત આ ધ્યાન રાખો
પોતાની અને અન્યો વચ્ચે અંતર રાખવાનું રોજ ધ્યાન રાખો.
તમે બહાર નીકળો ત્યારે માંદા હોય તેનાથી દૂર રહો.
તમારા હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરીને વારંવાર ધોઈ નાખો.
ભીડમાં નહીં જાઓ અને માંદા લોકોથી દૂર રહો.

• વર્તમાન સ્થિતિમાં પણ અસ્થમા નિયંત્રણમાં લાવવાની ઈન્હેલેશન થેરપી સૌથી સારી રીત શા માટે અને કઈ રીતે સારી છે?
તમારી નિયંત્રક દવાઓ લેવાનું ચાલુ રાખવાનું મહત્ત્વપૂર્ણ છે અને તે બંધ નહીં કરો. વર્તમાન સ્થિતિમાં અસ્થમાના દરદીએ પોતાનું અસ્થમા પોતે નિયંત્રણમાં રાખવાનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. નિયંત્રક દવાઓ લેવાનું બંધ કરવાથી વ્યક્તિને અસ્થમા વધવાનું જોખમ છે. ખાસ કરીને આપણે હવે વસંતઋતુની એલર્જીની મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ તે ધ્યાન રાખો. વર્તમાન મહામારીમાં અસ્થમા વધવા પર ઉપચાર માટે ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ અથવા તાકીદની સંભાળ માટે જવાનું જરૂરી બની શકે છે, જ્યાં કોઈક સંક્રમિત સાથે સન્મુખતાથી સંક્રમણ લાગુ થવાનું વધુ ઉચ્ચ જોખમ રહેલું છે. આથી અસ્થમાને નિયંત્રણમાં રાખીને દરદી વાસ્તવમાં સંક્રમિત વાઈરલને સન્મુખતાથી શક્યતા ઓછી કરી શકે છે.