નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે ૨૬મીએ યોજાનારી ચૂંટણી.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે ૨૬મીએ યોજાનારી ચૂંટણી.

ઉત્પાદકની 14 બેઠકો અને 1 બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે 26 મી થનારા મતદાન.

કુલ 25 બુથ 8450 મતદારો માટે 150 થી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે મતદાન.

પાંચ ટર્મથી નર્મદા ચૂંટણીની ચૂંટણી જીતતા આવેલો વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને સ્વામી પહેલાના સુનિલ પટેલ સહિત 31 ઉમેદવારોનું ભાવિ મતદારો મતપેટીમાં સીલ કરાશે

.

કોન બનેગા ચેરમેને મુદ્દો ચર્ચાનો વિષય.

રાજપીપળા, તા. 25

નર્મદા ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી આવતીકાલે 26મી ઓક્ટોબરના રોજ સોમવારે યોજાશે. જેના આજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. 26મીએ 8450 મતદાનનો મતદાન કરશે અને ઉત્પાદકની 14 બેઠકો અને 1 બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે મતદાન થશે. જેમાં કુલ 31 ઉમેદવારોનું ભાવિ મતદારો પેટીમાં મતદાન કરશે.

નર્મદા-ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન ધારીખેડા સુગર-ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની ખેડૂત સહકાર પેનલ અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક-ગુજકોમાસોલના ડિરેકટર સુનિલભાઈ પટેલની ખેડૂત પ્રગતિ પેનલ વચ્ચે ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. બંને ઉમેદવારોનું ભાવિ ઉમેદવારો નક્કી કરશે પાંચ ટર્મથી નર્મદા સુગર નું સુકાન સંભાળતા વર્તમાન ચેરમેન છઠ્ઠી વાર છે કે કેમ એ અંગે ચર્ચા વહેતી થઈ હતી.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી માટે હાલ બન્ને પેનલના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા રીતસરનું યુદ્ધ જામ્યું છે. આ વખતની ચૂંટણી ઘનશ્યામભાઈ પટેલની તરફેણમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના એમએલએ અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, વાગરાના એમએલએ અરુણસિંહ રણા (ભાજપ), ભરૂચના એમએલએ દુષ્યંત પટેલ (ભાજપ) પ્રચાર કરી રહ્યા છે, તો નાંદોદના એમએલએ પી .ડી.વસાવા (કોંગ્રેસ) પણ પાછલા બારણે પ્રચાર કર્યો હોવાનું ચર્ચાઇ છે. બીજી બાજુ સુનિલભાઈ પટેલની તરફેણમાં નાંદોદના પૂર્વ એમએલએ અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર હર્ષદભાઈ વસાવા નો સહકાર મળ્યો છે.

હા પણ આ વખતે ભાજપના એક સિનિયર નેતાએ ઘનશ્યામ પટેલ ની ફેવરમાં પ્રચારમાં ઉતરવું પડ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે હવે આ વખતનું પરિણામ સરકાર સામે સહકારની જીત લાવશે કે સહકાર સામે સરકારની જીત એની પર સૌની મીટ મંડાઈ છે. ઘનશ્યામ પટેલ સુગરના અને સુગરના ખેડૂતોના વિકાસ માટે મતો માંગ્યા છે. ત્યારે મતદારો કોના શીરે સુગરનું સુકાન સોપશે તે એ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. આ વખતે કોણ બનેગા ચેરમેને મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના ચૂંટણી અધિકારી નરેન્દ્ર પટેલે સુગરના કર્મચારીઓને ઉમેદવારનો પ્રચાર ન કરવા લેખિતમાં તાકીદ કરી છે.જો કોઈ પણ કર્મચારી એમ કરતાં પકડાશે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એમ જણાવ્યું છે. આ ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંધ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ વખતે પરિણામ કોર્ટના આદેશ મુજબ હવે 27મી જાહેર નહીં થાય. મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રૂમમાં રાખવામાં આવશે કોર્ટના આદેશથી પરિણામ જાહેર કરવામાં આવશે એમ ચૂંટણી અધિકારી નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા