મુખ્ય સમાચાર.

*આજે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત*
*સિંધી પંચાયતનું પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની* *મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાશે*
જૂનાગઢ: અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના અધ્યક્ષ આદરણીય શ્રી ભાગચંદભાઈ સુખવાણી (કાળુભાઈ) ઉપ-અધ્યક્ષ આદરણીય શ્રી ઈશુભાઈ જેઠવાણી,ઉપ-અધ્યક્ષ આદરણીય શ્રી કિશોરભાઇ મોરંડા,*ઉપઅધ્યક્ષ આદરણીય શ્રી લલિતભાઈ કોટક* જનરલ સેક્રેટરી આદરણીય શ્રી વાસુદેવ ગોલાણી ના અધ્યક્ષા સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા આજે તા.૬-૫-૨૦૨૦ બુદવાર નારોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે યોજાશે આપ સૌને સદસ્યોને જાણ કરવા આવે છે કે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની-સન-૨૦૨૦ ની કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે વધુ વિગત માટે ઉપરોક્ત હોદેધારો શ્રીઓનો સંપર્ક કરવા જણાવાય છે 94276 88270- 94273 54822- 99090 20026
😷😷😷😷😷😷
*29 મે સુધી લંબાવ્યું લોકડાઉન 1096 લોકો છે સંક્રમિત*
તેલંગણામાં 29 મે સુધી લોકડાઉન વધારી દેવામા આવ્યુ છે. રાજ્યના સીએમ કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 1096 કોરોનાના કેસ છે. 628 લોકોને હોસ્પિટલમાથી રજા આપી દેવામા આવી છે.
😷😷😷😷😷😷
*સુરતથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના*
*સુરતમાં બબાલ બાદ બોલ્યા મજૂરો પાછા ક્યારેય નહી આવીયે*
સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માંગ કરી રહેલા શ્રમજીવીઓ આખરે તેમના વતન જવા રવાના થયા છે. સુરતથી પ્રયાગરાજ સુધી શરૂ થયેલી પ્રથમ ટ્રેનમાં 1 હજાર 200 જેટલા શ્રમિકોને લઇ જવામાં આવ્યા.શ્રમિકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી મહત્વનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાની રાજ્ય સરકારોએ પોતાના નાગરિકોને વતનમાં બોલાવવાની શરૂઆત કરી હતી.
😷😷😷😷😷😷
*પરપ્રાંતિયોને વતન પહોંચાડવા દરરોજ 9 શ્રમિક ટ્રેન દોડાવવામાં આવશે*
સુરતમાં રહેતા હજારો પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવા માટે હવે દરરોજ 9 શ્રમિક ટ્રેન દોડાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે લીલીઝંડી આપતા સુરતથી યુપીની 4 ટ્રેન દોડાવવામાં આવશે. જે અંતર્ગત 2 ટ્રેન લખનૌ અને 2 ટ્રેન પ્રયાગરાજ જશે. પ્રયાગરાજ જતી ટ્રેનનો સમય બપોરે 2-30 વાગ્યે અને રાત્રે 8-30 વાગ્યાનો રહેશે. જ્યારે લખનૌ જતી ટ્રેનનો સમય સાંજે 5-30 વાગ્યે તેમજ રાત્રે 11-30 વાગ્યાનો રહેશે. બીજી તરફ ઓડિશા જવા માટે પણ દરરોજ 3 ટ્રેન રવાના થશે. જેનો સમય સવારે 10 વાગ્યે, બપોરે 1 વાગ્યે અને સાંજે 4 વાગ્યાનો રહેશે. જ્યારે કે એક ટ્રેન ઝારખંડ સાંજે 7 વાગ્યે રવાના થશે. તો એક ટ્રેન બિહાર રાત્રે 10 વાગ્યે ઉપડશે.
😷😷😷😷😷😷
*મહિલા કોર્પોરેટર અને ડે.મ્યુનિસિપલ કમિશનર કોરોનાની ઝપેટમાં*
અમદાવાદ મળતી માહિતી પ્રમાણે શહેરના અસરવા વિસ્તારના મહિલા કોર્પોરેટર પ્રિતીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વધુ ગંભીર બાબત એ છે કે તેમની ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ Amc માં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ઝોનના ડે.મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદમાં કોરોનાના વિસ્ફોટ થયો કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 349 કેસ નોંધાયા જ્યારે 39 દર્દીઓના મોત થયા
😷😷😷😷😷😷
*નવા 19 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 738 પર પહોંચ્યો વધુ એકનું મોત અને 30 રિકવર થયા*
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે નવા 19 કેસ નોંધાતા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 738 કેસ નોંધાયા છે. વધુ 30 પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી કુલ રિકવરીનો આંક 303 પર પહોંચ્યો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયેલી એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે.સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદીસુરત શહેરમાં નવા 18 કેસ અને એક જિલ્લાના ગામ સાથે કુલ 19 કેસ નોંધાયા છે. શહેરમાં નોંધાયેલા 18 કેસ 6 ઝોનમાં નોંધાયા છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 4, રાંદેર ઝોનમાં 2, કતારગામ ઝોનમાં 1, લિંબાયત ઝોનમાં 3, ઉધના ઝોનમાં 7 અને અઠવા ઝોનમાં 1 કેસ નોંધાયો છે.
😷😷😷😷😷
*26 એપ્રિલનો એક પોઝિટિવ હજુ મળ્યો નથી નામ-સરનામુ ખોટુ હોવાથી ફરિયાદ નોંધાઈ હતી*
સુરત. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો મેડિકલ રિપોર્ટ કરાવી પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર ખોટો લખાવી હાલમાં ખુલ્લેઆમ ફરી રહેલા પોઝિટિવ દર્દીની 10 દિવસ થવા છતા હજી સુધી ભાળ મળી નથી. પોલીસ ફરિયાદ પણ દાખલ થતા ભાઠેનાની ક્રિષ્ણાનગર સોસાયટી ખુંદી નાંખી છે. જોકે, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.સરનામા પર જઈને તપાસ કરતા ન મળતા ફરિયાદ નોંધાવી
😷😷😷😷😷
*કલેક્ટર કચેરીના ત્રીજા માળે રેકોર્ડ રૂમમાં લાગેલી આગ કાબૂમાં*
સુરત. જિલ્લા કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલા રેકોર્ડ રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન ભારે જહેમતે આગ પર કાબૂ મેળવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જે વિંગમાં આગ લાગી તેની સામેની વિંગમાં મંત્રી-કલેક્ટર સહિતનાની બેઠક ચાલુ હતી
😷😷😷😷😷
*હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો શરાબ પર 70% કોરોના ટેક્સ લગાડી દીધો છે*
નવી દિલ્હી હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખો હિસાબ કે થોડી થોડી પિયા કરોદિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે ‘કોરોના ટેક્સ’ લગાડી દીધો છે. દિલ્હીમાં આજથી શરાબ 70 ટકા મોંઘો મળશે. સરકારના આદેશ અનુસાર દારૂના વેચાણ પર ‘સ્પેશિયલ કોરોના ફી’ના નામથી ટેક્સ લગાડી દીધો છે. હવે MRP પર 70 ટકા આ નવો ટેક્સ લાગશે
😷😷😷😷😷
*સરકારના સંકલનનો ભોગ બની રહ્યા છે પરપ્રાંતીયો રઝળી રહ્યા છે મજુરો*
અમદાવાદ સાબરમતી લોકડાઉન વચ્ચે ગુજરાત બહાર વસવાટ કરતા અને ધંધા રોજગાર માટે શહેરોમાં વસવાટ કરતા લોકો જેમને પરપ્રાંતીયો તરીકેના નામથી સંબોધવામાં આવે છે એવા સૌ કોઈની વતને જવાની ઈચ્છાઓ અને સપનાઓ પર પાણી ફરી વળી છે, અને તંત્ર માત્ર ટોલ ફ્રી નંબર જાહેર કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે.ત્યારે અમદાવાદ શહેરની કલેકટર કચેરી ખાતે વહેલી સવારથી પરપ્રાંતીયોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉમટી પડેલી ભીડ કોઈ યોજનાનો લાભ લેવા નહી, પરંતુ આ ભીડ પોતાના વતને જવા માટેની મંજૂરી લેવા માટે એકત્ર થયેલી છે આ વાત એસી ચેમ્બરમાં બેઠેલા IAS કક્ષાના અધિકારીઓને ક્યારે સમજાશે
😷😷😷😷😷
*શાકભાજી ખરીદવાને બહાને લટાર મારવા નીકળી મહિલાઓની ધરપકડ*
ચારેય મહિલાઓએ શાકભાજી ખરીદવા નીકળી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ન તો તેમની પાસે ખરીદી માટે કોઈ થેલી હતી ન તો તેમણે પૈસા પોતાની પાસે રાખ્યા હતા. પોલીસેની કડક પુછપરછમાં તેમણે લટાર મારવા નીકળ્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચારેય મહિલાઓ – ઘરકામ કરતા સેજલબેન કલ્પેશભાઈ વિરાણી રહે. 64, ઈશ્વરકૃપા સોસાયટી, નાના વરાછા, સુરત મૂળ રહે અમરેલી હિરલબેન કલ્પેશભાઈ સોનાણી રહે 114, વંદના સોસાયટી, નાના વરાછા, સુરત. મૂળ રહે. અમરેલી કુસુમબેન રમેશભાઈ બેલડીયા રહે.117, વંદના સોસાયટી, નાના વરાછા, સુરત. મૂળ રહે. અમરેલી અને ટ્યુશન કરાવતા નિશાબેન સુરેશભાઈ વિરાણી રહે.51,52, ઈશ્વરકૃપા સોસાયટી, નાના વરાછા, સુરત. મૂળ રહે. અમરેલી વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
😷😷😷😷😷
*ભારતે 120 દેશોને દવાઓ મોકલી છેઃ વડા પ્રધાન મોદી*
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (NAM) સમૂહના દેશોના વડાઓની વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.વડા પ્રધાને જણાવ્યું કે, કોરોના વાઈરસ મહામારી સામે ભારતે આદરેલી લડાઈએ બતાવી આપ્યું છે કે લોકશાહી, શિસ્ત અને નિર્ણાયકતાનો સમન્વય સાધીને કેવું સરસ જનઆંદોલન તૈયાર કરી શકાય છે.મોદીએ કહ્યું કે, ઘણા દાયકાઓ બાદ ફરીથી માનવજાત સૌથી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે
😷😷😷😷😷
*રાજ્યમાં આંતરજિલ્લામાં અવરજવર કરવાનો માર્ગ મોકળો*
રાજ્યમાં આંતરજિલ્લામાં અવરજવર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. સુરતમાં રહેતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી છે. અન્ય રાજ્યના શ્રમિકોની જેમ તેઓ પણ હવે પોતાના વતન જઈ શકશે. આરોગ્યપ્રધાન કુમાર કાણાની, આદિજાતિ પ્રધાન ગણપત વસાવા સહિત અન્ય ધારાસભ્યોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ માટે લકઝરી બસો દોડાવા મંજૂરી મળી છે. સુરતમાં રહેતાં લોકોને વતન જવા મંજૂરી સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લોકોને તેમના વતન જવા મંજૂરી મળી છે. જોકે આ માટે તેમણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
😷😷😷😷😷
*લોકોને આર્થિક મદદ કરો લોન માફ કરોઃ અભિજીત બેનર્જી*
નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના સંકટને કારણે ગરીબ લોકો પારાવાર મુસીબતમાં મૂકાઈ ગયા છે તેથી સરકારે એવા લોકોને રોકડ રકમની મદદ કરવી જોઈએ અને એમની લોન માફ કરી દેવી જોઈએ.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના વાયરસ સંકટ અને તેની આર્થિક અસરોના મુદ્દે સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી બેનર્જી સાથે વાતચીત કરી હતી. કોરોના વાયરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સર્જાયેલા આર્થિક સંક્ટમાંથી બહાર નીકળવાના સંભવિત ઉપાયો અંગે બેનર્જી સાથે રાહુલ ગાંધીએ આ સંવાદ કર્યો હતો.અભિજીત બેનર્જી સાથે સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ એમને પૂછ્યું હતું કે, લોકડાઉનની ગરીબો પર શું અસર પડશે?
😷😷😷😷😷
*દેશમાં દવાઓનું વેચાણ ઘટી ગયું*
નવી દિલ્હીઃ માર્ચની તુલનાએ એપ્રિલમાં મેડિસીનના વેચાણમાં આશરે 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19ને ફેલાતો રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની તે અસર છે. દેશની ટોચની 20 કંપનીઓ પૈકી સિપ્લાના વેચાણમાં 28 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે GSK ફાર્મા અને ડો રેડ્ડી-પ્રત્યેક કંપનીના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમાં પણ એપ્રિલના છેલ્લાં બે સપ્તાહમાં ગંભીર બીમારીની મેડિસીન ગભરાટમાં ઓછી ખરીદાઈ હતી.મેડિસીનના વેચાણમાં 19 ટકાનો ઘટાડો દેશમાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે દેશમાં લોકડાઉનને લાગુ કરાવાને કારણે વિવિધ દવાઓના વેચાણમાં માર્ચ ની તુલનાએ એપ્રિલમાં આશરે 19 ટકાનો ઘટાડો થયો હતો
😷😷😷😷😷
*ભાવનગરમા રોજગારી આપતો અલંગ ઉદ્યોગ મરણપથારીએ*
ભાવનગર લોકડાઉનથી ભાવનગર ના આર્થિક કરોડરજ્જુ સમાન ઉદ્યોગો બંધ હતા. જોકે હવે ઉદ્યોગો શરૂ કરવા માટે મંજૂરી તો આપવામાં આવી છે. પરંતુ આમ છતાં મોટાભાગના ઉદ્યોગો ની હાલત કફોડી છે.ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, પ્લાસ્ટિક ઉદ્યોગ,રોલિંગ મિલ તેમજ અન્ય નાનામોટા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા કેટલાક ઉદ્યોગો ને શરતોને આધીન શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે
😷😷😷😷😷
*ધંધો જ નથી તો કર્મચારીઓને પગાર કેવી રીતે ચૂકવવો? સરકાર નીતિ અને સહાય જાહેર કરે*
લોકડાઉનની માઠી અસરો વર્તાઈ રહી છે. માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પરેશાન થઈ રહ્યો છે. સરકાર દ્વારા આદેશ તો કરી દેવામાં આવ્યો હતો કે કર્મચારીઓના પગાર કાપવા નહિ પરંતુ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવક નહીં થવાના કારણે પરેશાન છે જેથી એ લોકો પગાર ચૂકવી શકતા નથી અને કર્મચારીઓ પણ પરેશાન છે.ઈન્ડસ્ટ્રીની આવક જ નથી તો પગાર કેવી રીતે ચુકવેસરકાર દ્વારા લોકડાઉન જાહેર થયું ત્યારે જહેરાત કરી દીધી હતી કે કંપનીઓ દ્વારા કોઈ કર્મચારીઓના પગાર કાપવા નહિ. પરંતુ અલગ અલગ સેકટરમાં ઉદ્યોગ બંધ હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાના દિવસો આવી ગયા છે. હોટેલ સેકટર અંગે વાત કરતા નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે હોટેલ સેકટરમાં લગભગ માલિકો દ્વારા માર્ચ મહિનામાં તો 15 દિવસ જેટલું હોટેલ ચાલુ હતી એટલા માટે માર્ચ માસનો પૂરતો પગાર ચૂકવી દીધો પરંતુ એપ્રિલ માસમાં હોટેલ ચાલુ જ નથી થઈ જેથી આવક થઈ જ નથી આવા સંજોગોમાં કેવી રીતે પગાર કરવો એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.
😷😷😷😷😷😷
*૧૪ દિવસ અતિ અગત્યના થઈ શકે છે આતંકવાદી હુમલો? ગુપ્તચર એજન્સી*
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં બે મોટી આતંકવાદી અથડામણ બાદ કાશ્મીર ખીણમાં ફરી એકવાર આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો તેજ થયા છે. ગત વર્ષના મુકાબલે ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ઉત્તર કાશ્મીર વધુ અશાંત જણાઇ રહ્યું છે. આ દરમિયાન બરફ પીગળવાની સાથે જ 200 જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
😷😷😷😷😷