૧ મે, ગુજરાત અને મહારાષ્ટ્ર નો સ્થાપના દિવસ ઉપરાંત “વિશ્વ મજુર દિન” :

આજ થી ૫૯ વર્ષ પહેલા ૧ મે, ૧૯૬૦ ના રોજ, વિવિધ ભાષા ના માધ્યમ ને લઈને “ધ સ્ટેટ રીકોગ્નીશન એક્ટ” અંતર્ગત”, મુંબઈ સ્ટેટ માંથી ગુજરાત અને મહારાષ્ટ્ર, બંને રાજ્યો ની અલગ અલગ સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૦ સુધી મુંબઈ સ્ટેટ માં ગુજરાતી, મરાઠી, કોંકણી, કચ્છી એમ અનેક જાતની ભાષા ના લોકો ઉપલબ્ધ હતા, જેને લઇ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન ની શુરુઆત થઇ હતી અને અંતે સંસદ માંથી બોમ્બે રીકોગ્નેશન એક્ટ પાસ થયો અને બંને રાજ્યો અલગ થયા.
સ્ટેટ ઓફ ગુજરાત નો સૌપ્રથમ ખ્યાલ ૧૯૨૮ માં “કુમાર” નામના મેગેઝીન માં આપવામાં આવ્યો હતો, જે ગુજરાત ને પશ્ચિમ ભારત ના ઝવેરાત તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ ૧૯૩૭ માં કરાંચી ખાતે યોજાયેલ ગુજરાત સાહિત્ય સભા માં કનૈયાલાલ મુનશી એ આ વિચાર ને આગળ વધાર્યો હતો અને “મહાગુજરાત” એવું નામ વિચાર્યું હતું.
મહારાષ્ટ્ર ની રાજધાની મહામાયાવી મુંબઈ નગરી છે જયારે ગુજરાત ની રાજધાની અમદાવાદ ની નજીક આવેલું અલ્ટ્રા સ્માર્ટ શહેર, ગાંધીનગર છે. આ બંને રાજ્યો ની ભારત ના શ્રેષ્ઠ રાજ્યો માં ગણતરી થાય છે અને બંને રાજ્યો ઉદ્યોગો, ખેતી અને રોજગારી ની દ્રષ્ટિ એ સમૃદ્ધ છે.
૧ મે, ને આપને “વિશ્વ મજુર દિન” તરીકે પણ ઉજવીએ છીએ. ૧૯ મી સદી માં અમેરિકા માં મજુરો ના શોષણ માટે વિવિધ મજુર સંગઠનો દ્વારા આંદોલનો થતા હતા, જેનું મુખ્ય કારણ મજુરો નું શોષણ હતું. ઉદ્યોગપતિઓ પોતાના નીજી ફાયદા માટે મજુરો પાસે ૧૪ થી ૧૬ કલાક કામ કરાવતા હતા અને આ વાત ને લઈને મજુરો ના કામ ના કલાકો અને તેઓ ને વિવિધ અધિકારો આપવા માટે અમેરિકા માં આંદોલનો થયા અને લડત બાદ મજુરો ના કામ ના કલાકો નક્કી થયા, જે મુજબ હર કોઈ ઉદ્યોગકાર, તેમના મજુરો કે અન્ય એમ્પ્લોયી પાસે થી ૮ કલાક થી વધારે કામ કરવી ના શકે. આ ચુકાદા ના આનદ ને વ્યક્ત કરવા ૧૯૮૭ માં ઉત્તર અમેરિકા એ સૌપ્રથમ ૧ મે, ને મજુર દિન તરીકે ઉજવણી કરી અને ત્યારબાદ ધીરે ધીરે વિશ્વ ભર ના દેશો એ આ વિચાર ને અમલ માં મુક્યો અને આજે સમગ્ર વિશ્વ માં આ દિવસ “વિશ્વ મજુર દિન” તરીકે ઉજવાય છે. આજે આપણે લોકો જ્યાં પણ કામ કરતા હોઈએ, માત્ર ૮ કલાક જ કામ કરીએ છીએ તે વાત આજ ના “મે ડે” સાથે સંકળાયેલી છે.