જામનગર શહેર ભાજપ પ્રચાર-પ્રસાર વિભાગના ભાર્ગવભાઈ ઠાકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જીએનએ જામનગર: જામનગર શહેર ભાજપના મીડિયા કન્વીનર ભાર્ગવભાઈ ઠાકરનો આજે જન્મદિવસ. શ્વાસ ઇન્ડિયા સંસ્થાના કર્તાહર્તા, સ્થાપક તેમજ જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીમાં મીડિયા વિભાગની જવાબદારી સંભાળતા સદૈવ સક્રિય રહેનાર *ભાર્ગવભાઈ ઠાકર* નો આજે જન્મદિવસ છે. ભાર્ગવભાઈ દ્વારા જામનગર ખાતે શ્વાસ ઇન્ડિયા નામની સેવાકીય સંસ્થાની સ્થાપના કરાઈ છે જેના કાર્ય દ્વારા તેઓ જરૂરિયાતમંદ લોકો માટે કાર્યશીલ વ્યક્તિત્વ ધરાવે છે. લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું તેઓ તેમની પ્રાથમિક જવાબદારી સાથે સજ્જ બની તેનો ઉકેલ લાવવામાં તત્પર રહે છે આ ઉપરાંત તેઓ જામનગર શહેર ભાજપના મીડિયા વિભાગની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. સરળ, હસમુખ અને સ્મિત સાથે કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે સજ્જ રહી ઉકેલ લાવતા ભાર્ગવભાઈને આજે તેમના જન્મદિવસ બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. મહાદેવના આશીર્વાદ સદૈવ તેમના પર બન્યા રહે તેવી અમારી શુભકામનાઓ. ભાર્ગવભાઈ ને આપ જણાવેલ મોબાઈલ નંબર 9328296960 ઉપર શુભેચ્છાઓ પાઠવી શકો છો.