કોરોના માટે નો ધાર્મિક વિચાર…..*

“કોરોનાં વાયરસ” ની મહામારીએ આજે મનુષ્યને વિચારતો કરી મુક્યો છે. આપણી આ ભૌતિક સુખ પાછળની દોડનું આ પરિણામ તો નથી ને,,? ઈશ્વર એ સર્વેશ્વર છે,તે વાત કદાચ ભુલાઈ
ગઈ હશે,,!! કળીયુગના આપણે
સૌ માનવીઓ એકબીજાનું ગળું કાપીને પોતે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ, બીજાના પગ ખેંચીને આગળ વધવાના સ્વપ્ન જોઈએ છીએ, બીજાનું લોહી પીને પોતાનું ઘર વસાવવા
માંગીએ છીએ, બીજાનું સુખ ઝુંટવીને સ્વયં સુખી બનવાના
સ્વપ્ન જોઈએ છીએ.ત્યારે તેનું
પરિણામ હમેંશા દુઃખદ આવે છે.
આ પાશવિક નિયમનાં કારણે આજે ડગલે ને પગલે પતન, અસફળતા અને વિનાશની કબરો
ખોદાયેલી જોવા મળે છે. કોઈ પણ ક્ષણે મનુષ્ય પોતાની બધી જ
ઈચ્છાઓ સાથે એમાં હમેંશને માટે સુઈ જશે.જો આવી વ્યક્તિઓનું
મનઃસ્થિતિનું વિશ્લેષણ કરવામાં
આવે તો એ સ્મશાનમાં કામના તથા ઇચ્છાઓની કેટલીય સડેલી
લાશો,ઈર્ષા,તૃષ્ણા અને દુર્ભાવના ઓના કેટલાય ભોરીંગ જોવા મળશે.પોતાના દુર્ગુણોને કારણે અભાવ અને દુઃખમાં જીવતી વ્યક્તિના મનમાં આધ્યાત્મિકતાનો
અંકુર કેવી રીતે ફૂટી શકે ? આવી
પડેલી આ વિકટ પરિસ્થિતિમાંથી
ફક્ત ઈશ્વર જ બચાવી શકશે.
” રામ દુલારે તુમ રખવાલે, હોત ન
આજ્ઞા બીનું પૈસારે ||
સબ સુખ લહે તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહુકો ડરના || ”
આપન તેજ સંહારો આપે, તીનો લોક હાંકતે કાંપે || ભૂત પીશાચ નિકટ નહિ આવે, મહાબીર જબ
નામ સુનાવે ||
નાસૈ રોગ હરે સબ પીર, જપત નિરંતર હનુમંત બલ બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ, મન ક્રમ
બચન ધ્યાન જો લાવે ||
: પ્રાર્થના :
હે ભગવાન, મારા જીવનમાં મારે
તમારી જરૂર છે. તમારા વિના, હું
ભય અને ચિંતાથી ભરેલો છું.
હું સમંત છું કે હું ઘણું ખોટું કરી
રહ્યો છું, મને તમારી ક્ષમાની જરૂર
છે, તમે મારા પાપો માફ કરશો ?
હ્ર્દયની શુદ્ધ ભાવનાપૂર્વક થયેલી
પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે….
– લાભુભાઈ કાત્રોડીયા