અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા એસીપી મીની જોસેફનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ અંગે વાત કરતા મહિલા એસીપીએ પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મચારીઓને ફરજ દરમ્યાન કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. જો કે અધિકારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. તાજેતરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પિયુષ સોલંકીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તેવામાં આજે મહિલા એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અપાઈ રહી છે.