રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42 ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ) નોંધાયા છે. તેમજ 1989 આરોપીની અટકાયત અને 5707 વાહનો જપ્ત કર્યાં છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.