*મુખ્ય મંત્રી ના સચિવશ્રી અશ્વિનીકુમાર ના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસોમાં વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ ભાઈ પરમાર ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ભાઈ ખેડાવાલા ને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ મુખ્ય મંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા*
*આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા*
*આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા શ્રી ખેડાવાળા ના સેમ્પલ ગઇકાલે લેવામાં આવેલા હતા અને તેના રિપોર્ટ આવવા ના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ના કરીને તેમણે ભૂલ કરી છે*.
*આજની બેઠકમાં શ્રી ખેડાવાલા મુખ્ય મંત્રી વિજય ભાઈ થી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને નજીક ના સંપર્ક માં આવ્યા નથી*
*આમ છતાં આવતીકાલે સવારે મેડિકલ તજજ્ઞો ની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે*.