*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..*

*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..*

પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે કાર અને પિકઅપ ડાલા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ શિક્ષક દંપતિમાં શિક્ષિકા નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે ગુરુવારે હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર કાર અને પીકઅપ ડાલા વચ્ચે સજૉયેલ અકસ્માતમાં સાતલપુર પંથકમાં ફરજ બજાવતું શિક્ષક દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા બંન્ને તાત્કાલિક સારવાર માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન મહિલા શિક્ષિકા નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો અકસ્માત સર્જનાર પીક અપ ડાલા નો ચાલક પોતાનું વાહન ધટના સ્થળે મુકી ફરાર થતાં અને બનાવની જાણ પોલીસને થતાં તેઓએ આગળ ની કાયૅવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *