ઔરંગાબાદ થી રાજકોટ જતી ઓવરટેક કરવા જતી બાઈકને બચાવવા જતાં સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો.
ધાર પર ટેકરો હોવાથી 100 ફૂટ ઊંડા ખાડામાં ખડકાતા બચી ગઈ.
રાજપીપળા, તા. 21
રાજપીપળા થી 4 કિ.મી દુર ખામર ટર્નિંગ પોઈન્ટ પાસે કપાસ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ધાર પર ટેકરો હોવાથી 100 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા આ ટ્રક બચી ગઇ હતી. ઔરંગાબાદ થી રાજકોટ કપાસ ભરીને જતી ટ્રક ટર્નિંગ પોઇન્ટ પાસે ઓવરટેક કરવા જતા બાઈકને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. ટ્રક નંબર એમપી 09 એચએન 6271 નંબરની ટ્રક પુરપાટ વેગે ધસી આવતી હોય ટર્નિંગ પાસે અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવર ક્લિનર ને સાધારણ ઇજા થઇ હતી. બંનેનો અદ્ભુત બચાવ થયો હતો.આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા