*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં*
બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. 38 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ કતારમાં યાત્રા કરી ભારત પરત ફર્યો હતો. તેની મૃત્યું સવારે થઈ હતી, પણ રાત્રે જ્યારે રિપોર્ટ સામે આવ્યો ત્યારે કોરોના વાઈરસ પોઝીટીવ હોવાની વાત સામે આવી હતી. હાલ પટનામાં કોરોના વાઈરસના પોઝીટવ એવા કુલ 2 કેસ સામે આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિની મોત પટના એમ્સમાં થઈ છે. બીજી વ્યક્તિનો ઈલાજ પણ NMCH પટના ખાતે જ ચાલી રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃત્યું પામનારા લોકોની સંખ્યા 6 થઈ ગઈ છે. જ્યારે દેશમાં કુલ 347 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
*મહારાષ્ટ્રમાં પણ એક મોત*
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે દેશમાં પાંચમું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિની ઉંમર 56 વર્ષની હતી. આ વ્યક્તિ એચએન રિલાયન્સ હોસ્પિટલ મુંબઈ ખાતે દાખલ હતો. 21 માર્ચે આ વ્યક્તિને ભરતી કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો કુલ 74 સુધી પહોંચી ગયો છે. જેમાં 5 વિદેશ મુસાફરીથી પરત ફર્યા હોય તેવા છે જ્યારે 4 લોકો અન્યના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
*ભારતમાં શું છે સ્થિતિ?*
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના કુલ 333 કેસ સામે આવ્યાં છે. શનિવારે સાંજે જ કોરોના કેસની સંખ્યા 300ને પાર કરી ગઈ હતી. આ 333 કેસમાંથી 39 વિદેશી મૂળના નાગરિક છે. રાહતની વાત એ છે કે તેમાંથી 23 લોકોની તબિયત સારી થઈ ગઈ છે
*મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 સંક્રમિત*
દેશમાં આ જીવલેણ વાયરસને પગલે અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. તો કેરળમાં 40, ઉત્તરપ્રદેશમાં 24, દિલ્હીમાં 26, તેલંગાનામાં 21, રાજસ્થાન અને હરિયાણામાં 17, પંજાબમાં 13 અને કર્ણાટકમાં 15 મામલાઓ સામે આવ્યાં છે.
*કેન્દ્રશાશિત પ્રદેશમાં શું છે સ્થિતિ?*
આ ઉપરાંત કેન્દ્ર શાસિત પુડ્ડુચેરીમાં 1, લદ્દાખમાં 13, જમ્મુ કાશ્મીરમાં 4 અને ચંદીગઢમાં 1 કેસ સામે આવ્યો છે. દેશમાં કોરોના વાયરસ હજુ બીજા તબક્કામાં છે પરંતુ જે રીતે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતાં લાગે છે કે ભારતમાં કોરોનાનો ત્રીજો તબક્કો ગમે ત્યારે શરૂ થઈ શકે છે
*********
*કોરોના મહામારી વચ્ચે 25 માર્ચ સુધી દેશમાં એક પણ ટ્રેન નહીં દોડે*
કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોતા રેલવે બોર્ડની બેઠક ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે 25 માર્ચ સુધી રેલ સેવા બંધ કરવાના પર વિચાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી 348 લોકો તેની ઝપટમાં આવી ચુક્યા છે
*********
*વધુ એક રાજ્ય કરવામાં આવ્યુ લોકડાઉન*
પંજાબમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે અહીં એકનું મોત થઈ ચુક્યુ છે. અહીં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રદેશના દરેક જિલ્લામાં પ્રશાસન કોરોનાને રોકવાના સંભવ દરેક પ્રયત્નો કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શનિવારે પંજાબના દરેક શહેરમાં અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. સરકારના આદેશનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. ઘણા શહેરમાં મહામારીને રોકવાના જિલ્લા પ્રશાસન દ્વારા દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહિદ ભગતસિંહ નગર જિલ્લાના વિસ્તારોને ત્રણ દિવસ માટે જિલ્લા પ્રશાસને સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધા છે
*********
*કોરોનાના કારણે ગુજરાતમાં આંતરિક ડખા શરૂ*
અમદાવાદમાં વિદેશથી આવેલા અને હોમ-ક્વોરેન્ટાઇનમાં રહેતાં નાગરિકો તેમજ સોસાયટી ફ્લેટના આસપાસના પડોશીઓ વચ્ચે કોરોનાના ડરે ઝઘડાઓ ચાલુ થઇ ગયા છે. ‘ઘરોમાં બંધ’ની જાહેરાત છતાં જાહેરમાં નીકળી પડતાં લોકો સામે પડોશીઓ મ્યુનિ.ની હેલ્થ લાઈનમાં ફરિયાદ નોંધાવતા થઇ ગયા છે, તેમજ નામ-સરનામા સાથે આવા મેસેજને મીડિયામાં વાયરલ કરી દે છે. બીજી તરફ સ્વેચ્છાએ ઘરમાં બંધ રહેતા હોય તેમને ઘર ખાલી અન્યત્ર રહેવા જતા રહેવા પડોશીઓ દબાણ કરતાં હોવાના દાખલા પણ બહાર આવવા માંડયા છે. વેજલપુરના આવો એક મામલો તો પોલીસ સુધી પહોંચ્યો હતો. આમ બન્ને તરફથી એકબીજાને સહયોગ આપવામાં આવી રહ્યો નથી.વિદેશીઓ બહાર ફરતા હોવાની 14 ફરિયાદ
**********
*કોરોનાવાયરસનો ભરડો, સુરતથી પાંચ શહેરોને જોડતી ફ્લાઇટો કરાઈ રદ*
સરતથી દિલ્હી સહિતની ચાર ફ્લાઈટ રદ કરવામાં આવ્યા પછી આજે બીજા પાંચ શહેરોને સાંકળતી ફલાઇટ રદ કરવામાં આવી છે. જ્યારે રાતની શારજાહની આંતરરાષ્ટ્રીય પણ રદ કરવામાં આવી છે. કોરોના વાઈરસને પગલે તકેદારીરૂપે ટ્રેન અને હવાઈ મુસાફરીના વિકલ્પો પ્રવાસીઓ માટે અત્યારે બંધ થઈ રહ્યાં છે. શનિવારની આજની સુરતથી ગોવા, જેસલમેર, ઉદયપુર, કલકત્તા અને દિલ્હીની ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાવાયરસનાં કારણે સુરતથી પાંચ શહેરોને જોડતી ફ્લાઈટ રદ
દેશના નાગરિકો બિનજરૂરી પ્રવાસ ટાળે અને પોતાના ઘરો મકાનોમાંથી બહાર નહિ નીકળે તે માટે મુસાફરીના વિકલ્પો અત્યારે બંધ થઈ રહ્યા છે. સુરતથી ગઈકાલે ગોવા,દિલ્હી, જેસલમેર અને ઉદેપુરની ફ્લાઈટ પણ રદ કરવામાં આવી હતી.
**********
*જામનગરમાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો*
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી-ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમાંય ગઈકાલે તોફાની પવન ફુંકાયો હતો. પ્રતિ કલાકના 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને લોકોની પરેશાનીમાં વધારો થયો હતો
********
*કોરોનાની કંપારી વચ્ચે આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત, 35 લાખ મજૂરોને વ્યક્તિ દીઠ આટલા રૂપિયા આપશે*
કોરોનાની કેદથી બચાવવવા યુપી સરકાર સજ્જ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોરોના વાયરસને પહોંચી વળવા અનેક જાહેરાતો કરી છે. સરકાર તાત્કાલિક અસરથી 35 લાખ મજૂરોને વ્યક્તિ દીઠ 1 હજાર રૂપિયા આપશે. ઉત્તર પ્રદેશના 23 લોકો કોરોનાથી પીડિત છે.
*1 હજાર આપવામાં આવશે*
મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં દરરોજના 15 હજાર દૈનિક વેતન મજૂરો અને 20.37 લાખ બાંધકામ કામદારોને તેમની પ્રત્યેક જરૂરિયાત પૂરી કરવામાં સહાય માટે રૂપિયા 1 હજાર આપવામાં આવશે. આ સહાય રકમ મજૂરોના ખાતામાં સ્થાનાંતરિત કરવામાં આવશે.
*તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે*
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે કોરોના વાયરસ આખા દેશમાં બીજા તબક્કે છે અને જો આપણે તેને અહીં રોકવાનું સંચાલન કરીશું તો તે આખી દુનિયા માટે એક સંદેશ હશે.તેના ચેપને રોકવા માટે અમારી તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તમામ જિલ્લાની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ગોઠવવામાં આવ્યા છે અને પૂરતા તબીબી કર્મચારીઓ તૈનાત કરાયા છે.
*********
*સુરતની કલર ટેક્સ કંપની ચાલુ હોવાનો આક્ષેપ 600 કારીગર કામ કરી રહ્યા છે*
સુરતઃ પાંડેસરા અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર કેમિકલ કંપની કલર ટેક્સ કંપની જનતા કર્ફ્યુ વચ્ચે પણ ચાલું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે કલેક્ટરને ટેલિફોનિક પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.જાગૃત નાગરીકએ જણાવ્યું કે, પાંડેસરા અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપની ચાલુ રાખી છે. સવારે સાડા છ વાગ્યા પહેલા 600 જેટલા કારીગરોને બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગેટને તાળું મારી અંદર કારીગરો કામ કરી રહ્યા છે. આ મામલે કલેક્ટરને ટેલિફોનિક જાણ પણ કરી છે.
**********
*મુંબઈમાં 31 માર્ચ સુધી સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો બંધ*
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો હાલ ભારતમાં ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે રેલવે વહીવટીતંત્રએ આજે રાતે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 22 માર્ચના રવિવારે મધરાતે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી સામાન્ય જનતાને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા પર મનાઈ ફરમાવી દીધી છે.
*********
*દીલ્હીથી પરત ફરેલા પ્રવાસીઓ લકઝરી બસ લઇને પહોંચી ગયા*
દીલ્હીથી પરત ફરેલા પ્રવાસીઓ લકઝરી બસ લઇને પહોંચી ગયા સિવિલ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 50 કરતાં વધારે લોકો કોરોના વાયરસની આશંકાએ તબીબી પરીક્ષણ માટે પહોંચી જતાં હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઇ