ફાંસી પહેલા નિર્ભયાના દોષીઓ પૈકી ત્રણની પરિવારજનો સાથે આખરી મુલાકાત.

નવી દિલ્હી, તા.19 માર્ચ 2020, ગુરૂવાર

નિર્ભયાના દોષીઓનો ફાંસી આપવાની તિહાડ જેલમાં જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે આ ચાર ગુનેગારો પૈકીના ત્રણની તેમના પરિવારજનો સાથે આખરી મુલાકાત થઈ ચુકી છે.

કોર્ટે જાહેર કરેલા નવા ડેથ વોરન્ટ પ્રમાણે 20 માર્ચે સવારે 5-30 વાગ્યે તેમને ફાંસી પર લટકાવી દેવાના છે. જેલમાં ફાંસી માટેનુ રિહર્સલ પણ થઈ ચુક્યુ છે. દરમિયાન ચાર પૈકી પવન ગુપ્તા અને વિનયશર્માના પરિવારજનો 29 ફેબ્રુઆરીએ અંતિમ મુલાકાત કરી ચુક્યા છે. જે દરમિયાન બંને દોષીઓ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા.

અન્ય એક ગુનેગાર મુકેશ સિંહ સાથે 2 માર્ચે તેના પરિવારજનોની આખરી મુલાકાત થઈ હતી. આ દરમિયાન તે ગુમસુમ રહ્યો હતો પણ વચ્ચે વચ્ચે તેના પરિવારના સભ્યો રડી પડતા હતા.

અન્ય એક ગુનેગાર અક્ષય ઠાકુરે જેલના સત્તાધીશોને કહ્યુ હતુ કે, તેના પરિવારજનો બુધવારે મળવા આવશે. અક્ષયની પત્નીએ અક્ષયને ફાંસીથી બચાવવા માટે તેની સાથે છુટાછેડા લેવાની અરજી પણ ફેમિલી કોર્ટમાં દાખલ કરી છે. અક્ષય સાથે જેલના સત્તાધીશોએ તેની પત્નીની ફોન પર વાત કરાવી હતી.

Sureshvadher only news group
9712193266