*અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા 15 લોકોને ઝડપી પડતી શહેર પીસીબી*

*અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા 15 લોકોને ઝડપી પડતી શહેર પીસીબી*

અમદાવાદ, સંજીવ રાજપૂત: નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાણાંની હારજીતનો જુગાર રમતા કુલ ૧૫ આરોપીઓને રોકડા રુપિયા એક લાખ ઉપર તથા અન્ય મુદામાલ મળી કુલ રુપિયા 6 લાખ અઠયાવીસ હજાર ઉપરના મુદામાલ સાથે પીસીબીએ ઝડપી પાડ્યા છે.

 

પી.સી.બી. પીઆઇ એમ.સી. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ રાત્રે પીસીબી સ્ટાફના પીએસઆઈ બી. આર. ક્રિશ્ચીયન સહિત પીસીબી સ્ટાફને મળેલ ચોક્ક્સ બાતમી હકીકતના આધારે નરોડા હંસપુરા ગામ ઈન્દીરાનગર પાસે ખુલ્લી જગ્યામાં એક મંડપની નીચે રેડ કરતા પૈસા પાનાથી નાણાંની હારજીતનો જુગાર રમતા આરોપી સલમાન રહીમભાઈ મન્સુરી કઠવાડા ગામ, નરોડા તથા અન્ય ૧૪ આરોપીઓ મળી ૧૫ આરોપીઓને ઝડપી લઈ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.