તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩’ ડીગ્રી થી ૪૫’ ની વચ્ચે રહેવાની શક્યતા.

તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩’ ડીગ્રી થી ૪૫’ ની વચ્ચે રહેવાની શક્યતા છે.

 

તેમજ તારીખ 19 થી 23 ની વચ્ચે મહત્તમ તાપમાન 43 ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે.

 

આ પરિસ્થિતિમાં *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન* દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે,

 

(૧) બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.

 

(૨) પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.

 

(૩) તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

 

(૪) તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.

 

(૫) ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો.

 

(૬) બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ.

 

(૭) લાંબો સમય તડકામાં ન રહેવું, આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં.

 

(૮) કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.

 

(૯) નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

 

*લૂ લાગવાના લક્ષણો*

 

• ગરમીની અળાઈઓ

 

• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.

 

• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા,

 

• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.

 

• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.

 

• ઉબકા અને ઉલ્ટી થવી.

 

*વારંવાર પાણી પીશું – ગરમીથી બચીશું*

 

આ મેસેજને મહત્તમ લોકો સુધી પહોંચાડવા વિનંતી.