*કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવા બેંક ઓફ બરોડા દ્વારા મિટિંગ યોજાઈ*
જામનગર, સંજીવ રાજપૂત: ભારત ની આંતરરાષ્ટ્રિય બેંક, બેંક ઓફ બરોડા દેશમાં વિશાળ બ્રાન્ચ, એ.ટી.એમ તથા બી.સી નેટવર્ક ધરાવે છે. કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તથા શહેર એવમ ગ્રામીણ ક્ષેત્રો માં પોતાના ગ્રાહકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોચાડવા ના ઉદ્દેશથી બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે બેંક ઓફ બરોડા ના રિજ્યોનલ મેનેજર એ બેઠક યોજી સંવાદ કરેલ.
આ તબક્કે બેંક ઓફ બરોડાના રીજયોનલ મેનેજર, ચંદનસિંગ સાહેબ, ડેપ્યુટી રીજ્યોનલ મેનેજર, નવી શાહા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.