નાંદોદ તાલુકાના પાટણા ગામે મારક હથીયારો ઊછળ્યા .

કુહાડી અને લાકડી વડે જીવલેણ હુમલામાં બે મહિલાને ગંભીર ઇજા.
જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા. 16
નાંદોદ તાલુકા પાટણા ગામે ઉમરા પર પેશાબ કરવાના મામલે ઝઘડો થતા મારક હથીયારો ઉછળ્યા હતા. જેમાં કુહાડી અને લાકડી વડે જીવલેણ હુમલા માં બે મહિલાને ગંભીર ઇજા થવા પામી હતી. આ ઝઘડામાં જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી ચંપાબેન લાલાભાઇ વસાવા (રહે પાટના) આરોપી વસંતાબેન કાલીદાસભાઈ વસાવા તથા કાલીદાસભાઈ ભંગાભાઇ વસાવા બંને (રહે, પાટણા ) સામે ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ચંપાબેન ઘર માં ઉભા હતા તે વખતે આરોપી વસંતાબેન કહેતી હતી કે ઉંબરા પર શું કરવા પેશાબ કરેલ છે જેથી ચંપાબેન એ જણાવેલ કે બહારથી કૂતરું આવી ઉમરા પર પેશાબ કરી ગયેલ છે જેથી આરોપી ખાલી ના જઈએ વસંતાબેન ઉપરાણું લઇને ચંપાબેન ને માં બેન સમાણી ગાળો આપી કુહાડીના મુદાર ચંપાબેન અને જમણા પગના ઘુટણના ઉપરના ભાગે તથા આરોપી વસંતાબેન અને મોઢાના ભાગે લાતો મારી ડાબા પગને ઘૂંટણથી ઉપરના ભાગે લાકડીનો સપાટો મારી એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી, જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા