*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો*

*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો*

 

રાજકોટ માં સન ૨૦૦૦વીજદરમાં ભાવવધારાના વિરોધમાં નાણામંત્રી શ્રી વજુભાઈ વાળાના નિવાસ સ્થાનનું ઇલેક્ટ્રિક લાઈટ કનેક્શન કાપી નાખવા અંગેની ફરિયાદ કોંગ્રેસના આગેવાન જશવંતસિંહ ભટ્ટી સહીતનાઓ સામે આઈ.પી.સી. કલમ- ૧૪૩, ૪૨૬,૧૮૮ તથા ધ પ્રિવેન્શન ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ-૩ તથા ધ ઈલેક્ટ્રીસીટી એક્ટ ૧૯૧૦ની કલમ ૪૦ મુજબ શહેરબના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ જે કેસ નામદાર રાજકોટ અદાલતમાં ચાલી જતા રાજકોટ અદાલતે કોંગ્રેસના આગેવાન-નેતા જશવંતસિંહ ભટ્ટી તથા અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

 

 

આ અંગે કેસ હકીકત જોવામાં આવે તો સને ૨૦૦૦ની સાલમાં રાજકોટમાં વીજદરના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના આગેવાન તથા યુવા પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી તથા અન્ય કાર્યકર્તા ઉકાભાઈ લાવડીયા, મેરામભાઇ ચૌહાણ, પ્રવીણભાઈ મૈયડ, જયંતીભાઈ ઠાકર, નરશીભાઈ, હરેશભાઈ ડોડીયા, લીનેશભાઈ મિસ્ત્રી, કમલેશભાઈ રાઠોડ, જાહીદભાઈ દલ, મનુભાઈ સોનારા વિગેરેઓએ જે તે સમયના નાણામંત્રી તથા પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને જઈને વીજ કનેક્શન કાપી નાખેલ અને જી.ઈ.બી. ને રૂ.૧૦/-નું નુકશાન કરેલ અને પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ-૩ તથા ધી ઇલેક્ટ્રિસીટી એક્ટ ની કલમ-૪૦ મુજબની ફરીયાદ નોંધાયેલ ત્યારબાદ પોલીસ આરોપીઓ સામેની તપાસ પૂર્ણ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરેલ જે કેસ નામદાર રાજકોટ અદાલતમાં ચાલી જતા આરોપીઓ તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી પી.એન.કુકાવાએ એવી દલીલ કરેલ કે આરોપીઓ સામે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરી શકેલ નથી કે ગેરકાયદેસર મંડળીનો કોઈ પુરાવો રોકોર્ડ પર આવેલ નથી સાહેદને બનાવની જાત માહિતી નથી સાહેદી પુરાવે જોવા આવે તો ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો આપેલ નથી તેમજ હાલના કામેના ફરિયાદ ગુજરી ગયેલ છે જેથી તેમનો પુરાવામાં જોઈ શકાશે નહી તેમજ હાલના કામે બનાવ સંબંધે વજુભાઈનું કે તેમના ઘરના સભ્યોનું નિવેદન લેવામાં આવેલ નથી આમ ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ ની:શકપર્ણ પુરવાર કરેલ નથી જેથી આરોપીઓને છોડી મુકવા દલીલો કરેલ બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલો ગ્રાહ્ય રાખી નામદાર રાજકોટના માહે એડી.ચીફ જ્યું.મેજી. સાહેબે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

 

 

આ કામે આરોપીઓ તરફે બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ નરેન્દ્રસિંહ એમ. જાડેજા, યુવા ધારાશાસ્ત્રી પરેશ એન. કુકાવા, વિરલ એસ. ભટ્ટ રોકાયેલા હતા….🖋️