*સિનેમા ઘરો સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ*

જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે કહ્યુ છે કે વયસ્ક વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચન કર્યુ છે. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જાહેરમાં થુંકનારે રૂપિયા 500 નો દંડ કરવાની જોગવાઇ કરવામા આવી છે. ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ પણ કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે