¤ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ મળી આવ્યુઃ ઘરની અંદરથી મીની મશીન સાથે રૂ.૮,૦૦,૦૦૦/-નો જથ્થો જપ્ત
*******
રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, કોરોનાના કપરાકાળમાં પણ નાગરિકોને ગુણવત્તાયુકત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.કોરોના સામે રક્ષણ આપતુ ટોસીલીઝૂમેબ ઈન્જેકશન નુ સુરતથી નકલી વેચાણનુ રાજય વ્યાપી કૌભાંડ ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે.
ડૉ.કોશિયાએ ઉમેર્યુ કે, રાજયભરમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ ટોસીલીઝૂમેબ ઈન્જેકશનનો જથ્થો સરળતાથી મળી રહે એ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીગ કરવામા આવી રહ્યુ છે અને દર્દીઓને આ ઈન્જેકશન રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે સંજીવની હોસ્પીટલ, ભુયંગદેવ, અમદાવાદના તબીબ ડૉ. દેવાંગ શાહ દ્વારાતેઓ ને ત્યા દાખલ થયેલ દર્દી લતાબેન બલદુઆને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૪૦૦ મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામા આવ્યુ હતુ.દર્દીના સગા દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન (એક્ટેમરા) ૨૫૦ એમ.જી./એમ.એલ.USP Grade for I.M. Only ,10 X 1 ML Ampoules ના ૩ બોક્સ Mfg. Genic Pharma લાવીને આપવામાં આવેલ અને ડોકટરે તે વાપરેલ પછી ગુણવતા બાબતે શંકા જતા તબીબ દ્વારા ફરીયાદ કરાઈ હતી જે અંગે તંત્રના અધિકારીઓ દ્વારા ડોકટર તથા દર્દીના સગાની આ ઈંજેકશન ક્યાંથી ખરીદ કરેલ તે બાબતે તપાસ કરતાં M/s. Maa Pharmacy, સાબરમતી, અમદાવાદ પાસેથી આશિષ શાહ દ્વારા રૂ.૧,૩૫,૦૦૦/-માં રોકડેથી વગર બીલે મેળવ્યા હતા.
તંત્ર દ્વારા M/s. Maa Pharmacy, સાબરમતી, અમદાવાદ ની તપાસ કરતાં તેઓ પાસે આ દવાનો કોઇ જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ તેઓ આ ઇન્જેક્શન હર્ષ ભરતભાઇ ઠાકોર, ચાંદખેડા, અમદાવાદ પાસેથી વગર બીલે રોકડેથી રૂ. ૮૦,૦૦૦/- માં ૪ બોક્ષ ખરીદ્યા હતા જે પૈકી ૩ બોક્ષ M/s. Maa Pharma, Ahmedabadને આપેલ અને ૧ બોક્ષ પાછળથી ખબર પડતા નાશ કર્યા હતા અને તંત્ર દ્વારા હર્ષ ભરતભાઇ ઠાકોરની પુછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શનના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસ, પાલડી, અમદાવાદના માલીક શ્રી નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે રૂ.૭૦,૦૦૦/- માં ૪ બોક્ષ રોકડેથી ખરીદી કરી હતી તેમ જણાવ્યુ હતું
શ્રી કોશિયાએ ઉમેર્યુ કે, હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક શ્રી નિલેશ લાલીવાલાની પુછતાછ કરતાં તેઓના કબજા માંથી “NANDROLONE DECANOATE 250 MG /MLના ૨ બોક્ષ મળી આવેલ. જે બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના કાર્ટનની ડિઝાઇન સાથે મળતા આવે છે. જેને ફોટોશોપમાંથી એડીટ કરી તેના ઉપર બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનુ નામ લખી હર્ષ ભરતભાઇ ઠાકોર દ્વારા લેબલની ડીઝાઇનમાં ચેડા કરવાનું પ્રાથમીક રીતે જણાઈ આવ્યુ છે.વધુમાં નિલેશ લાલીવાલાની પુછપરછ કરતાં તેઓ આ બનાવટી ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના ઇસમ પાસેથી જરૂર પડ્યે મંગાવે છે તેમ જણાવ્યુ હતું. આ સંદર્ભે ઔષધ નિયમન તંત્રની સુરત કચેરીના અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે પંચો રૂબરૂ દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ વિગેરે મળી આવેલ. ઘરની અંદર મળી અવેલ મીની મશીન સાથે રૂ.૮,૦૦,૦૦૦/-નો મુદ્દા માલ ફોર્મ-૧૬ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને મળી આવેલ અન્ય ઇન્જેક્શન 1) REXOGEN 100 INJ 3X10 AMP 2) TRENAXIP-100 INJECTION 3X10 AMP 3) TESTOSTERONE INJECTION 3X20 VIALS 4) BOLDENONE INJECTION 3X20 VIALS 5) TESTOSTERONE API 4X20 GMS APPROX 6) BOLDENONE API 4X20 GMS APPROX 7) STANOZOLOL API 4X20 GMS APPROX ના નમુનાઓ પ્રુથ્થકરણ અર્થે ફોર્મ નં.૧૭ હેઠળ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમણે કહ્યુ કે, આ સમગ્ર તપાસમાં સંડોવાયેલ સોહેલ ઇસ્માઇલ તાઇએ બનાવટી “NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharmaના નામનો ઉપયોગ કરી ઉત્પાદન કરી Genic Pharma ના નામના ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૨૫૦ એમ.જી. / એમ.એલ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ બનાવી હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કોભાંડ કરતા હોવાનું પકડાયુ છે.
******