*વલ્લભ વિદ્યાનગરમાં ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લેતા એનસીસી ડિજી ગુરબીરપાલસિંહ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: NCCના મહાનિદેશક (DG) લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ, AVSM, VSMએ વલ્લભ વિદ્યાનગર ખાતે ગ્રૂપ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી.
ડિજીએ એનસીસી પ્રવૃત્તિઓ અને ગુજરાત NCCની વિકાસ યોજનાઓની ચર્ચા કરી હતી. તેમણે ગ્રૂપ કમાન્ડરો, એનસીસી યુનિટના કમાન્ડિંગ ઓફિસર, કેડેટ્સ અને તાલીમ સ્ટાફ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે કેડેટ્સ અને કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સન્માનિત કર્યા હતા. તેમણે યુવા પેઢી અને સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ખાસ કરીને સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એનસીસી પ્રવૃત્તિઓના વિકાસ પર ભાર મૂક્યો હતો.