*ગુજરાત પ્રદેશ પ્રભારી રવિશભાઈને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા*
અમદાવાદ, સંજીવ રાજપૂત: તારીખ 8 રવિવારના રોજ સર્કિટ હાઉસ ,શાહીબાગ ,અમદાવાદ ખાતે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિપકભાઈ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દીપકભાઈના ના વરદ હસ્તે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી રવિશભાઈ રામચંદાનીને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. જે બદલ ઉપસ્થિત લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.