*જામનગર ખાતે ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર, સાંસદ અને ધારાસભ્યોએ અર્પણ કરી સ્મરણાંજલિ*

*જામનગર ખાતે ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર, સાંસદ અને ધારાસભ્યોએ અર્પણ કરી સ્મરણાંજલિ*

જામનગર: સંજીવ રાજપૂત: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રયની સામે ચાંદી બજાર પાસે ગાંધીજીની પ્રતિમા ને મેયર સહિતના પદાધિકારીઓ રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરાઈ હતી તેમજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સર્વે રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં જામનગર મનપાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, કમિશનર ડી. એન. મોદી, નાયબ કમિશનર શ્રી બી. એન. જાની, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી , પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, સર્વે મ્યુનિસિપલ સભ્યઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.