*વિવિધ ઓપરેશન પાર પાડવા બદલ દિલ્હી ખાતે આઇસીજીના અધિકારીને પુરસ્કાર એનાયત કરાયો*
અમદાવાદ, સંજીવ રાજપૂત: જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના સ્ટેશન કમાન્ડરને 29 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક મુખ્યમથક ઉત્તર પશ્ચિમ હેઠળ અગ્ર મોરચે આવતા જખૌ તટરક્ષક દળ સ્ટેશનનું નેતૃત્વ સંભાળી રહેલા આ અધિકારીએ વર્ષ 2022-2023માં સરહદો પારથી થતી નાપાક પ્રવૃત્તિઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવા માટે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને ભારતીય તટરક્ષક દળ એકમો સાથે વિવિધ ઑપરેશન હાથ ધર્યા હતા અને 550 કરોડના માદક દ્રવ્યો પણ જપ્ત કર્યા હતા.