*યુવા પ્રભાગ- બ્રહ્માકુમારીઝ મહાદેવનગર દ્વારા મીડિયાકર્મીઓ માટે વેલનેસ કાફે કાર્યક્રમ યોજાયો*
જીએનએ અમદાવાદ: બ્રહ્માકુમારીઝની યુથ વિંગ દ્વારા Y20 કાર્યક્રમ શ્રેણીનું આરોગ્ય, સુખાકારી અને રમત-ગમતના આશયથી યુવાનો માટે આયોજન કરવામાં આવે છે. આ અંગે માહિતી આપતા ડૉ રાજેશ ભોજકએ જણાવ્યું હતું કે બ્રહ્મા કુમારીઝ – મહાદેવનગરની યુથ વિંગ દ્વારા તા 30 જુલાઈ ના રોજ ખાસ મિડીયા કર્મચારીઓ માટે વેલનેસ કાફેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયાના પત્રકાર, એડિટર માર્કેટિંગ,યઇવેન્ટ, ટીવી, ફોટોગ્રાફી, રેડિયો વગેરે વિભાગના કર્મીઓએ ભાગ લીધો હતો. ટેબલના ફરતે બેસીને વિવિધ મિડીયાના કર્મીઓ દ્વારા ચર્ચા, સંવાદ, ચિંતન, મંથન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વેલનેસ કેફેનું સંચાલન બીકે શ્યામભાઈએ કર્યું હતું.
ત્યારબાદ બીકે ચંદ્રિકા બહેન દ્વારા આશીર્વચન, બીકે વિવેકાનંદ દ્વારા સંકલ્પ ,મીડિયાના અમીબેન દ્વારા પ્રસંગ પ્રતિભાવ અને ડૉ રાજેશ ભોજક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. મીડિયા કરની માંથી વિશેષ મીરાબેન ત્રિવેદી તેમજ પંકજભાઈએ પોતાનો પ્રભાવ પ્રતિભાવ પણ આપ્યો હતો. કાર્યક્રમના અંતે આદરણીય ચંદ્રિકાબેનને મેડીટેશન દ્વારા શાંતિની અનુભૂતિ કરાવી હતી.
કાર્યક્રમ બાદ બ્રહ્મભોજનનો સૌએ લાભ લીધો હતો તથા બીકે ચંદ્રિકા બહેનના હસ્તે તમામ મિડીયા કર્મીઓને યાદગીરી ભેટ આપવામાં આવી હતી.
છેલ્લે સૌ સાથે મહાદેવનગર બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા અને યુવા પ્રભાગના ઉપાધ્યક્ષ ચંદ્રિકા બહેનએ ગ્રુપ ફોટોમાં ભાગ લીધો હતો. વેલનેસ કાફે ખાસ કરીને યુવા મીડિયા પ્રોફેશનલ્સ માટે રચાયેલ છે. ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે એવી ભાવનાઓ સર્વ મીડિયા કર્મચારીઓએ વ્યક્ત કરી હતી.