ડીસાની ભણસાલી હોસ્પિટલ કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ દર્દીઓ મલ્યા

*સંદેશ ન્યુઝ બનાસકાંઠા*

ચાર દર્દીઓને તાવ-ખાંસી,ગળામાં દુખાવાના લક્ષણો દેખાયા

ચાર શંકાસ્પદ દર્દીઓ ટ્રેની તબીબો હોવાનું ખુલ્યું

ચાર તબીબોમાં બે મહિલા અને બે પુરુષોને શંકાસ્પદ લક્ષણો

ઓસ્ટ્રેલિયાથી દોઢ માસની ઇન્ટરશીપ કરવા આવ્યા હતા ભારત

ડીસાની ભણસાલી હોસ્પિટલમા તમામ કરતા હતા ઇન્ટરશીપ

ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર,દિલ્હી,બોધગયા અને તે બાદ આવ્યા હતા ડીસા

ડીસામાં મોટા સમૂહ સાથે ધુળેટી માં ગેર નૃત્યમાં આ તમામે ભાગ લીધો હોવાનો ખુલાસો

ભારતમાં એક માર્ચથી અત્યાર સુધી વિવિધ જગ્યાએ કર્યું છે ભ્રમણ

તમામ ચાર શંકાસ્પદ તબીબોના સેમ્પલ અમદાવાદ મોકલાયા

તમામ ચાર તબીબોને પાલનપુર આઇસોલેટેડ વોર્ડમાં ઓબર્વેશનમાં ખસેડાયા

આજે બપોર સુધીમાં બી.જે મેડીકલ કોલેજ દ્વારા તેમનો રિપોર્ટ આવશે

રિપોર્ટ બાદ તમામ ની આગળની કાર્યવાહી કરાશે :હેલ્થ વિભાગ