*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા દ્વારા કોટડા ઉગમણા ખાતે સર્ગભા મહિલા તપાસ કેમ્પ યોજાયો*
૦૦૦૦
*ભુજ, બુધવાર:*
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર ફૂલમાલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમાના મેડિકલ ઓફિસર ડૉ. પ્રિન્સ ફેફરના માર્ગદર્શન હેઠળ ૧૧ જૂલાઈના રોજ કોટડા ઉગમણા ગામ ખાતે સગર્ભા મહિલાઓ માટે તબીબી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધારા અજાણી દ્વારા સગર્ભા મહિલાઓને ગર્ભસંસ્કાર વિશે માહિતી આપવામાં આવી હતી.
કમ્યુનિટી હેલ્થ ઓફિસર, લેબોરેટરી ટેક્નિશિયન જશોદાબેન, ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો તથા આશા ફેસિલિટર બહેનોના સહયોગથી આશરે ૫૦ સગર્ભા માતાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
તમામ સર્ગભા મહિલાઓને આરોગ્યલક્ષી સલાહ સૂચનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમ આપવામાં આવ્યા હતા.
૦૦૦૦