અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારનાં જુના બોરભાઠા ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિટડ કેસ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ

✍️ મનિષ કંસારા

ભરૂચ: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા પ્રોહિ/જુગારની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કામગીરી કરવા આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. લીનાબેન પાટીલ નાઓએ આ પ્રોહિ/જુગારની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિ -જુગારની બદીઓ ડામવાના ઉદ્દેશ્યથી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.

પો.સ.ઇ. ડી. આર. વસાવા નાઓ ના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને હેતુલક્ષી કામગીરી કરવા પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ પ્રયત્નશીલ હતી. ગઈકાલ તા.૨૩/૦૬ /૨૦૨૨ના રોજ પો.સ.ઇ. ડી. આર. વસાવા નાઓ સાથે પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ અંક્લેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંક્લેશ્વર તાલુકાનાં જુના બોરભાઠા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે વિદેશી દારૂ અંગે સફળ રેઇડ કરી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા સુઝુકી એક્સેસ મોપેડ તથા વિવો કંપનીના મોબાઇલ ફોન સહિત કુલ મુદ્દામાલ કિં.રૂ. ૬૨,૪૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યાવાહી કરી આગળની તપાસ માટે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીઃ (૧) કમલેશભાઈ અર્જુનભાઈ વસાવા ઉં.વ.૩૮ રહે. જુના બોરભાઠા, પારસી ફળીયું, તા.અંક્લેશ્વર જી.ભરૂચ

 

વોન્ટેડ આરોપી: (૧) મહેશભાઈ મોહનભાઈ ઠાકોર રહે. જુના બોરભાઠા, પારસી ફળીયું, તા. અંક્લેશ્વર જી. ભરૂચ (૨) દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા રહે.હજાત તા.હાંસોટ જી.ભરૂચ.

 

પકડાયેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-૧૯૨ કિં. રૂ. ૨૨૪૦૦/- (૨) સુઝુકી એક્સેસ મોપેડ નંબર GJ-16-CQ-9930 કિં.રૂ.૩૦૦૦૦/- (૩) વિવો કંપનીનો મોબાઈલ ફોન નંગ-૦૧ ની કિં.રૂ.૧૦૦૦૦/-

કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૨૪૦૦/-

 

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓનાં નામ: ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ. ડી. આર. વસાવા તથા અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ, પો.કો. અશોકભાઈ નારૂભાઈ, પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ, પો.કો. રાકેશભાઈ રામજીભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.