ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુએ જામનગર ખાતે લીધી મુલાકાત.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુએ જામનગર ખાતે લીધી મુલાકાત

જીએનએ જામનગર: જામનગરના સર્કિટ હાઉસ ખાતે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ દ્વારા પ્રેસ ઉદ્બોધન કરવામાં આવેલ અને પત્રકારોને તેમના વિચારો રજૂ કર્યા હતા. ભાતતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ને ૯ વર્ષ સક્ષમ રીતે પૂર્ણ થયા, તેની ઉપલબ્ધિ વર્ણવી હતી.

શ્યામ જાજુ, લાલકૃષ્ણ અડવાણી અને નીતિન ગઢકરી સહિતના અધ્યક્ષો સાથે કેન્દ્રીય કાર્યાલય મંત્રી હતા તે દરમિયાનના સંસ્મરણો 1975 માં તેમના પિતાજી અને તેની કટોકટી દરમિયાન જેલયાત્રા તેમજ હાલની ભાજપ સરકારની ઉપલબ્ધીઓ તેમજ સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને લોકો ભાજપ તરફી મન બનાવી રહ્યા છે તેવું જણાવી 1 જુલાઈના જામનગરમાં અને 2 જુલાઈના કચ્છમાં જનસભા યોજવામાં આવશે જેમાં કેન્દ્રીય નેતા પણ ઉપસ્થિત રહેશે તેવું જણાવ્યું હતું. હાલ શ્યામ જાજુ ને જામનગર, પોરબંદર, કચ્છ, રાજકોટ લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ શ્યામ જાજુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મીડિયા સેલ કનવિનર ભાર્ગવ ઠાકર, સહ કનવિનર દીપાબેન સોની, નિકુલ ગઢવી, તેજસ ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા.