*નરહરિભાઈને ઉંટિયું બનાવી ભાજપ રાજ્યસભા જીતવા માંગે છે*

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મિટિંગ કરી હતી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાને ચક્કરરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ છે. આ બધાની વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, અમારી માંગ હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્ય ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરીભાઈને ભાજપે ઊંટીયું બનાવ્યા છે પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમજ કોંગ્રેસના દરેક ધારાસભ્ય કોંગ્રેસ ને જ વોટ આપશે.