14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી.
ચૂંટણી જીતવા સહકારી ક્ષેત્રે સહિત ભાજપા રાજકારણમાં આગામી મહિનામાં મોટી રાજકીય ઊથલપાથલ મચશે .
પહેલી મતદારયાદી જાહેર થતા સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો.
આ ચૂંટણીમાં પણ ભાજપ પ્રદેશની પણ બાજનજર.
રાજપીપળા, તા.13
ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે, એટલે આવતા એપ્રિલ મહિનામાં ચૂંટણી આવશે, ત્યારે પહેલી મતદારયાદી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં 14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી જીતવા સહકારી ક્ષેત્રે સહિત ભાજપના રાજકારણમાં આગામી મહિનામાં મોટી રાજકીય ઉથલપાથલ થવાની છે. નર્મદા સુગર ના સત્તાના સૂત્રો કબજે કરવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાતી અત્યારથી જ તેની શરૂઆત થઈ ગઈ છે. નર્મદા સુગર ધારીખેડા સુગર ની એપ્રિલમાં યોજાનારી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જેવો જંગ ખેલાશે એવો માહોલ રચાયો રહ્યો છે.
ગત ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ જીતી હતી 15 બેઠકો પૈકી 13 બેઠકો કબજે કરી શકતા નું સુકાન કબજે કર્યા હતા. વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ 1995થી નર્મદા સુગર ના સત્તાનું સુકાન છેલ્લા પાંચ ઘરમાંથી સંભાળી રહ્યા છે 22000 સભાસદો આ ધરાવતી નર્મદા સુગર એ છેલ્લા 25 વર્ષમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ના ચેરમેન પણા હેઠળ નર્મદા સુગર એ પ્રગતિની હરણફાળ ભરીને નર્મદા સુગરની ગુજરાતની અન્ય અગ્રેસર સુગર ફેક્ટરીઓ ની હરોળમાં લાવીને મૂકી દીધી છે.
25000 ટનની કેપેસિટી ધરાવતી નર્મદા સુગર આજે 5500 તને સુગર શેરડીનું પિલાણ કરતી થઈ ગઈ છે નર્મદા સુગરને કારણે નર્મદા સુગર ના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. ભરૂચ નર્મદામાં શેરી શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થતાં સુગર ના સારા ભાવો મળતા ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.
નર્મદા સુગર ના ચેરમેનના જણાવ્યા અનુસાર નર્મદા સુગર એ રિફાઇન સુગર બનાવતી ગુજરાતની એકમાત્ર સુગર બની છે. બે મેઘાટન ઉત્પાદન કરી ચલાવી વધારાની વીજળી વેચાણ કરી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ કરનાર નર્મદા સુગર પણ ગુજરાતમાં સૌપ્રથમ છે. રોજનું 55000 ઇથેનોલનું ઉત્પાદન નર્મદા સુગર કરી રહી છેએ ઉપરાંત નર્મદા સુગર મા બાયો કમ્પોસ્ટ ખાતર અને ફોસફો કમ્પોસ્ટ ખાતર નું ઉત્પાદન કરાય છે. આરોગ્ય માટે હિતકારક ઓર્ગેનિક ખાંડ વિદેશમાં પણ મોકલાય છે નર્મદા સુગરની 14 જેટલા નેશનલ અવોર્ડ અને બે રાજ્યકક્ષાના મળી કુલ 16 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. અત્યારે ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા નર્મદા સુગર નો સિંહ ફાળો છે. ત્યારે ખેડૂત સભાસદો ફરી એકવાર નર્મદા સુગર ના સુકાન વર્તમાન સત્તાધિશો ને સોંપે તો નવાઈ નહીં, ભાજપ આ પ્રદેશનું મોવડીમંડળ પણ ઈચ્છી રહી છે, કે નર્મદા સુગર ભાજપ પાસે જ રહે તે માટે હવે આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં ચૂંટણી સુધી નવા રાજકીય રંગ જોવા મળે તો નવાઈ નહીં.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા