પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ
જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાના પરિણામે કચ્છ-ભુજમાં ધરાશાયી થયેલા વીજપોલ પૂર્વવત કરવા તેમજ વીજ પુરવઠો પુન: ઉપલબ્ધ થાય તે માટે પીજીવીસીએલ ટીમ અને વીજ કર્મચારીઓ સતત કાર્યરત છે, ત્યારે રાજ્યના બંને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ વીજ પુરવઠામાં થયેલી ક્ષતિ જાણીને વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
તો બીજી તરફ સ્થિતિ સામાન્ય બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી હોવાનું પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.
કચ્છ-ભુજ કલેકટર કચેરી ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ PGVGL તથા વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને બિપરજોય વાવાઝોડામાં પ્રભાવિત વિસ્તારમાં બંધ પડેલ વીજળીને સત્વરે પુનઃસ્થાપન કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સ્થિતિ સામાન્ય બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી છે.