લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચોરી/છળકપટથી ભરેલ શંકાસ્પદ લોખંડના સળીયા પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબથી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ સામખ્યાળી-લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સામખ્યાળી મોરબી રોડ ઉપર પીપરાપાટી સીમમાં આવેલ અશોક લેલન વર્કશોપ તથા સધુ ઢાબા વચ્ચેથી જતા કાચા માર્ગથી થોડેક આગળ સધુ ઢાબાના પાછળના ભાગે બાવળોની ઝાડીમાં કેટલાક ઇસમો ટ્રકોમાંથી ડ્રાઇવરો સાથે મળી ચોરી કે છળકપટથી લોખંડના સળીયા ઉતારે છે. જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા ટ્રેલરમાંથી સળીયા ઉતારતા ત્રણ અજાણ્યા ઈસમો નાશી ગયેલ તેમજ ટ્રેલરનો ડ્રાઈવર તેના કબ્જાનું ટેલર ચાલુ કરી નાશવા જતા પક્ડી પાડી પુછપરછ કરતા ટ્રેલ૨માં ભરેલ લોખંડના સળીયા ચોરી કે છળકપટથી આધાર પુરાવાઓ કે બિલ વગરના મળી આવતા નીચે જણાવ્યા મુજબના ઈસમને પક્ડી પાડી તથા તેના કબ્જામાંથી મળી આવેલ લોખંડનાં સળીયા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મળી આવેલ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનમાં સોપવામા આવેલ છે.

 

પડાયેલ આરોપીનું નામ (૧) ગોસાઇરામ શીવદાનરામ જાટ ઉ.વ. ૨૫ રહે. બિજરાડ તા.ચૌહરન જી.બાડમેડ રાજસ્થાન

 

કબ્જે કરેલ મુદ્દામાલ:-લોખંડનાં અલગ અલગ સાઈઝના સળીયા વજન ૫૨.૫ કિ.રૂ. ૧૬,૭૬૨/-

 

ટ્રેલરમાં ભરેલ ૩૦.૯૭૦ મેટ્રીક ટન સળીયા કિ.રૂ. ૨૦,૦૯,૯૫૩/-

– ટ્રેલર કિ.રૂ. ૧૦,૦૦.૦૦૦/-

– મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- કુલે કિ.રૂ. ૩૦,૩૧,૭૧૫/-

 

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.