*એસીબી સફળ ટ્રેપ*
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી-(૧)
નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનર (વર્ગ-૧) મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-૧૦, સેન્ટ જેવીયર્સ ની સામે, ગાંધીનગર
(ચાર્જ- ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-૧, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર)
આરોપી (૨)
સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા,
પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર.
લાંચની માંગણીની રકમ:
રૂ.૧૫,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૧૫,૦૦,૦૦૦/- .
લાંચની પરત મેળવેલ રકમ :
રૂ.૧૫,૦૦,૦૦૦/-
ટ્રેપની તારીખ :
૦૮.૦૪.૨૦૨૨
ટ્રેપનું સ્થળ :
મોજે ટાઉન પ્લાનર (વર્ગ-૧) ની ચેમ્બરમાં, મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-૧૦, સેન્ટ જેવીયર્સ ની સામે, ગાંધીનગર ખાતે
ટૂંક વિગત :
આ કામે હકિકત એવી છે કે, ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટ ના પઝેશન કલેક્ટરશ્રી, ગાંધીનગર એ સોંપેલ હતા. જે બન્ને પ્લોટ ના ફાઇનલ માપ માટે ફરિયાદી એ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડા માંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટ ના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આ કામના આરોપી નં. (૧) ની હોય, આ બન્ને પ્લોટ નું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.૧૫ લાખની માંગણી કરેલ. જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને આ કામના ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા આ કામના આરોપી નં. (૨) ને આ કામના આરોપી નં. (૧) ના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.ચૌદ લાખ આરોપી નં. (૧) નાએ સ્વિકારી બન્ને આરોપી પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ : ઉપરોકત બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી :
શ્રી એચ.બી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર,
ગાંધીનગર એસીબી પો.સ્ટે. તથા ગાંધીનગર એસીબી ટીમ
સુપરવિઝન અધિકારી :
શ્રી એ. કે.પરમાર, મદદનીશ નિયામક,
એસીબી, ગાંધીનગર એકમ, ગાંધીનગર.