ભચાઉ
પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભચાઉ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી
ભચાઉ શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
જય માતાજી ચોક ખાતે આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિરે થી મંગલેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ને હર હર મહાદેવ તેમજ જય જય પરશુરામ ના નારા સાથે પરશુરામ ભગવાનની રથયાત્રાનું કેસરિયા સાફા તેમજ ધજાઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
આ રથયાત્રા મંગલેશ્વર મહાદેવના મંદિર થી બેન્ડ પાર્ટી સાથે પરશુરામ ભગવાનના રથની યાત્રા જય માતાજી ચોક થી થઈને વીર સાવરકર ચોક થી રાસ ગરબા ની રમઝટ સાથે જુના બસ સ્ટેશન થઈ કાશી વિશ્વનાથ મહાદેવ (બટીયા) સુધી મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો સાથે જોડાયા હતા.
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર મુકામે પરશુરામ ભગવાનની મહા આરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા શંકર જોશી –પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પૂર્વ કચ્છ જિલ્લા (પ્રમુખ ભચાઉ શહેર ભાજપ), જીતેન્દ્રભાઈ જોશી (ટીનુ મહારાજ)–પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ભચાઉ શહેર , ગુણવંતભાઈ જોશી–ઉપપ્રમુખ, વિનોદભાઈ જોશી–ઉપપ્રમુખ, હરેશભાઈ રાજગોર–મહામંત્રી, અશ્વિનભાઈ જોશી– મહામંત્રી, ભરતભાઈ પંડ્યા –સહમંત્રી , ધર્મેન્દ્રભાઈ જોશી –ખજાનચી, વિકાસભાઈ રાજગોર, મહેશભાઈ જોશી, ચીના મારાજ, વિશનજીભાઈ જોશી , ધીરજ લાલ જોષી, અંબાલાલ જોષી, દિનેશભાઈ રાજગોર, અશોકભાઈ જોશી, મુકુંદભાઈ.બી. જોશી, શૈલેષભાઈ જોશી, જીગર જોશી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ ના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો