પ્રાણી પ્રત્યે માનવીનો અનોખો પ્રેમ: અશ્વનું અવસાન થતાં હિન્દૂ રીત રિવાજ મુજબ અંતિમવિધિ અને બેસણું રાખ્યું.
જીએનએ અમદાવાદ: મનુષ્યનો પ્રાણી પ્રેમ આપણે જોતા આવ્યા છીએ. પોતાની વફાદારી સાથે ઘરના સભ્ય તરીકે રાખનાર અનેક લોકો આપણે જોયા છે અને પ્રાણીઓ જેવા વફાદાર પણ કોઈ ન હોઈ શકે તે આપણે સૌ જાણીએ છીએ. આવો જ એક અનોખો પ્રાણી પ્રેમ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ જાળીયા ગામે વનરાજસિંહ ચાવડા અને તેમના પરિવારમાં જોવા મળ્યો હતો.
જાળીયામાં તા. 8.8.2010 ના રોજ વનરાજસિંહ ચાવડાના ત્યાં જન્મેલ અશ્વ ક્રિષ્ના નામની ઘોડીએ આ પરિવાર સાથે રહી લાગણી અને આત્મીયતા કેળવી કે આ પરિવાર દ્વારા તેને પોતાના ઘરનો સભ્ય માની તેની સાથે અનેરો પ્રાણી પ્રેમ અને દ્રઢ ગાઢતા બંધાઈ.
તા. 19.4.2023 ના રોજ ક્રિષ્ના અશ્વનું અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. અબોલ જીવ ક્રિષ્નાનું અવસાન થતાં પરિવારના સભ્યોને હૈયામાં ઘા લાગ્યા. પરિવાર તો ઠીક વનરાજસિંહના આંગણામાં બાંધેલ ગાય જે ક્રિષ્નાના સમયથી સાથે રહી સાથે ઉછરી હતી તેને પણ આઘાત લાગેલ જોવા મળતો હતો તેને છોડવામાં આવતા પાસે જ અશ્વની સમાધિ પર જઈ તે રેત ને ઉડાવી રડતી આંખે તેને બોલાવતી હોય તેમ જોવા મળતું હતું.
પરિવારની અત્યંત નજીક સભ્યની રીતે રહેલ ક્રિષ્નાના પણ એક વ્યક્તિના જેમ હિન્દૂ શાસ્ત્ર વિધિ મુજબ કરવામાં આવે છે તેમ ક્રિષ્નાના પણ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાં પાસે જ અગાઉ પણ તેમની પાસે રહેલ ઘોડી નાગમણી ને પણ સંપૂર્ણ વિધિ મુજબ દફનાવામાં આવી હતી તેવી જ રીતે ક્રિષ્ના ને પણ હિન્દૂ રીત રિવાજ મુજબ દફનવિધિ કરાઈ અને ત્યાં તેની પ્રતિમા પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત અશ્વનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું જેમાં લોકો પહોંચ્યા હતા અને ઘોડી ક્રિષ્નાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
આમ માનવીનો પ્રાણી અબોલ પ્રેમ ભાવના લાગણી આ સમાજ માટે ઘણું અનોખું ઉદાહરણ આપી જાય છે કે લોકો બોલતા પણ પોતાના બની અબોલ થઈ જાય છે તયારે અબોલ પ્રાણીઓ સદૈવ વફાદાર રહી પોતાના બની હૃદયમાં વસી જાય છે.