જામનગર ખાતે રાજનાથસિંહનું ભવ્ય સ્વાગત કરતા મહાનુભવો
જીએનએ જામનગર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંરક્ષણમંત્રીશ્રીના સ્વાગતમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, કર્નલ રજાવત અને એર કમાન્ડો આનંદ સોઢી સહભાગી બન્યા હતા.
તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આગામી ૧૭ થી૩૦ એપ્રિલ સુધી ગુજરાતના સોમનાથમાં યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.