45માં કુર્મી રાષ્ટ્રીય અધિવેશનમાં રાજ્યના સીએમની પ્રેરક ઉપસ્થિતી. સીતા સ્વયંવરનું કરાયું આયોજન
જીએનએ વિસનગર: અખિલ ભારતીય કૂર્મિ ક્ષત્રિય મહાસભાના 45 મા રાષ્ટ્રીય અધિવેશનનમાં બીજા દિબ્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ગરિમામય ઉપસ્થિતિ રહી તેમજ સીતા સ્વયંવરનું કરાયું આયોજન.
અખિલ ભારતીય ગુજરાત કુર્મી પાટીદાર મહાસભા દ્વારા 45 માં મહાધિવેશનના બીજા દિવસે સીતા સ્વયંવર નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા ૧૨૫ વર્ષ જુની સંસ્થા છે. આ મહાસભાનું ૩૦ વર્ષ પહેલા સોલા કેમ્પસ અમદાવાદ ખાતે દિવંગત શેઠ શ્રી કેશવલાલ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના અધ્યક્ષ સ્થાને થયું હતું. આ મહાસભા દેશમાં કુર્મી પાટીદારોને જોડવાનું, સમાજના કુરિવાજો દુર કરવાનું તેમજ રોટી-બેટી ના માધ્યમ થી કામ કરી રહી છે.ભારત દેશમાં કુર્મી પાટીદારોની સંખ્યા (32 કરોડ) જે ભારતની વસ્તીના ૨૦% સંખ્યા બળ ધરાવે છે. સંસ્થા દ્વારા સમાજ માં ભણેલી છોકરીઓ ને તેમની પસંદ ના વર મળી રહે તે હેતુસર સીતા સ્વયંવર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો માંથી 60 થી વધુ છોકરીઓ એ આ સ્વયંવર માં ભાગ લીધો હતો. આ સ્વયંવર માં થયેલ પસંદગી મુજબ વર કન્યા ના કોઈપણ દહેજ કે ખર્ચ વગર લગ્ન કરાવવામાં આવશે. જે માધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો ના ખુબજ નાના ગામોમાંથી છોકરીઓ આવે છે અને તેમને પોતાના ગામ માં પોતાની પસંદ અનુસાર નો વર મળતો નથી અને તેમના માતાપિતા દહેજ આપવા માટે સક્ષમ હોતા નથી આ વાત ને ધ્યાન રાખતા સીતા સ્વયંવર નું આયોજન કરાયું જેથી કોઈપણ ખર્ચ વિના ભણેલી છોકરીઓ ને પોતાના પસંદ નો વર મળી રહે અને તેમના લગ્ન થઇ શકે. આ કાર્યક્રમ સીતા સ્વયંવર માં 300 છોકરાઓ ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને છોકરીઓ એ પોતાની પસંદ મુજબ છોકરાઓ થી સવાલ જવાબ કર્યા હતાં અને પોતાના માટે યોગ્ય જીવનસાથી ની પસંદગી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ સ્થળ વડનગરની મુલાકાત લેવા અને સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન માટે પણ ભારતના વિવિધ રાજ્યોમાંથી આ અધિવેશનમાં આવેલા સૌને અનુંરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે અખિલ ભારતીય કૂર્મિ પાટીદાર મહાસભા ના 23 રાજ્યો ના 3 હજાર જેટલા પ્રતિનિધિઓ 45 મા મહાઅધિવેશનમાં જોડાયા હતા.
આ પ્રસંગે મધ્યપ્રદેશ સરકારના અલ્પસંખ્યક જાતિના મંત્રી રામખેલવાન પટેલે, ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન,અખિલ ભારતીય કુર્મી મહાસભા ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વી.એસ.નિરંજન,અખિલ ભારતીય કુર્મી મહાસભા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સતીશ પટેલ, દશરથભાઇ,સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનાં ચેરમેન પ્રકાશ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન રામભાઇ પટેલ,જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજા સહિતના મહાનુભાવો, વિવિધ અતિથિગણ, દેશ-વિદેશમાંથી આવેલા કુર્મી પાટીદારો વગેરે હાજર રહ્યા હતા.