દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કર્મયોગીઓને સન્માનિત કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા
જીએનએ સુરત: સુરત ખાતે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માન. શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે સદાય કાર્યરત રહેતા કર્મયોગીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
દિવ્યાંગ ભાઈ-બહેનોને જીવનમાં ક્યાંક કોઈ બાબતનો ખાલીપો અનુભવાય નહીં તેવા ઉદ્દેશ્ય સાથે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃતિઓ સરાહનીય છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ ભાઈ-બહેનોને “દિવ્યાંગ” નામ આપી એમણા તરફ જોવાનો લોકોનો દ્રષ્ટિકોણ બદલ્યો છે, ત્યારે માનવી હોવાના નાતે આપણે નૈતિક ફરજના ભાગરૂપે “તિરસ્કાર નહીં પરંતુ સહકારરૂપી સ્વીકાર” કરી આદર અને સંવેદના સાથે આપણા વિવિધ ઉત્સવો દિવ્યાંગજનો સાથે ઉજવીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા આ તકે માન. શિક્ષણ રાજ્યમંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો.