એફ.ટીવી અમદાવાદ ખાતે એક નવા જ વિષય સાથેના ફેશન શૉ નું આયોજન કરવામાં આવ્યું.
ફેશન મોડલિંગ અને મનોરંજન ક્ષેત્રે યુવાઓ ના આકર્ષણ ને ધ્યાનમાં રાખી પુરા વિશ્વમાં કામ કરતી કંપની ફેશન ટીવી દ્વારા અમદાવાદમાં એક નવા જ વિચાર સાથે ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે પ્રેમ માં છો, તો તમે આ સ્પર્ધા માં walk કરી શકો છો. બાળકો અને યુવાઓ દ્વારા પોતાના પાર્ટનર તરીકે મિત્રો, માતા પુત્રી ની જોડી, પિતા પુત્રી, સાસુ વહુ, બંને ભાઈઓ અને બહેનો સાથે રેમ્પ વૉક કરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ ફેશન શૉ ને “બેઇ વૉક” 2.0 ટાઇટલ હેઠળ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં શહેરમાંથી 60 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ફેશન ટીવી અમદાવાદ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેના કારણે યુવા વર્ગને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને ફેશન મોડલિંગ અને મનોરંજન ક્ષેત્રે આગળ વધી શકે.
આ કાર્યક્રમનું આયોજન ફેશન ટીવી અમદાવાદ બ્રાન્ચ ના ડિરેકટર મુકેશ ચાવલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આજના યુવા વર્ગને ફેશન, મોડલિંગ અને મનોરંજન ક્ષેત્રે આગળ વધવા માટે ફેશન ટીવી હંમેશા અગ્રેસર રીતે કાર્ય કરી રહ્યું છે અને આગળ પણ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાઓને પ્રોત્સાહન પુરા પાડતાં રહીશું.